IND W Vs AUS W: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, જાણો સંપૂર્ણ Schedule

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ વનડે, ત્રણ T-20 અને એક Day Night ટેસ્ટ રમશે (IND-W vs AUS-W). ત્રણેય ફોર્મેટની ટીમોમાં સ્નેહ રાણા (Sneh Rana) અને શેફાલી વર્મા (Shafali Verma) ને તક મળી છે.

  • Share this:
    નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ (IND-W vs AUS-W) ટીમની જાહેરાત કરવામાં આવી છે. આવતા મહિને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જ્યાં તે એક ટેસ્ટ (Test Match), ત્રણ વનડે અને ત્રણ ટી 20 (T-20) મેચની શ્રેણી રમવા જઈ રહી છે. મોટા સમાચાર એ છે કે, શેફાલી વર્મા (Saifali Varma) અને સ્નેહ રાણાને ત્રણેય ફોર્મેટમાં તક મળી છે. તમને જણાવી દઈએ કે શફાલી વર્માએ ઈંગ્લેન્ડ પ્રવાસ (INDW vs AUSW) થી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ભારતીય મહિલા ટીમ (india women) માટે ઓસ્ટ્રેલિયા (australia) પ્રવાસ ખૂબ જ ખાસ છે કારણ કે તેઓ પર્થમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા જઈ રહ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઇતિહાસમાં આ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ હશે.

    ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ-મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પૂનમ રાઉત, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, યાસ્તિકા ભાટિયા, તાનિયા ભાટિયા (WK), શિખા પાંડે, ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, પૂજા વાસ્તકર, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, રિચા ઘોષ અને એકતા બિષ્ટ.

    ટી 20 સિરીઝ માટે ભારતીય ટીમ-હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, યાસ્તિકા ભાટિયા, શિખા પાંડે, મેઘના સિંહ, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ રિચા ઘોષ (wk), હરલીન દેઓલ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, રેણુકા સિંહ ઠાકુર.

    ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. 30 સપ્ટેમ્બરથી એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. ટી -20 શ્રેણી 7 ઓક્ટોબરથી શરૂ થશે.

    IND-W vs AUS-W, ODI Series Schedule

    પહેલી વનડે - 19 સપ્ટેમ્બર, નોર્થ સિડની ઓવલ
    બીજી વનડે - 22 સપ્ટેમ્બર, જંકશન ઓવલ, મેલબોર્ન
    ત્રીજી વનડે - 24 સપ્ટેમ્બર, જંકશન ઓવલ, મેલબોર્ન

    IND-W vs AUS-W, One-off Test:પર્થના ગ્રાઉન્ડમાં 30 સપ્ટેમ્બર.

    પહેલી ટી 20 - 7 ઓક્ટોબર, નોર્થ સિડની ઓવલ
    બીજી ટી 20 - 9 ઓક્ટોબર, નોર્થ સિડની ઓવલ
    ત્રીજી ટી 20 - 11 ઓક્ટોબર, નોર્થ સિડની ઓવલ



    આ પણ વાંચો: હેડિંગ્લેમાં 51 વર્ષોથી નથી હાર્યું ભારત, જાણો કેવો છે ભારતીય ટીમનો અનોખો રાકોર્ડ

    ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમનું પ્રદર્શન

    તમને જણાવી દઈએ કે ભારતીય મહિલા ટીમે ક્યારેય ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ મેચ જીતી નથી. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 9 ટેસ્ટ રમી છે, જેમાંથી 4 હારી છે અને 5 ડ્રો રહી છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં જ તમામ ચાર ટેસ્ટ મેચ હારી છે. વનડે રેકોર્ડની વાત કરીએ તો ભારતે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ સામે 46 માંથી 37 મેચ હારી છે. તેણીએ માત્ર 9 વનડે જીતી છે. ટી 20 માં ભારતીય ટીમે 20 માંથી માત્ર 6 મેચ જીતી છે અને 14 હારી છે. તે સ્પષ્ટ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ખૂબ જ મુશ્કેલ બનવાનો છે.
    Published by:kuldipsinh barot
    First published: