Home /News /sport /દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે રચ્યો ઇતિહાસ, T-20 મા ઘરઆંગણે પ્રથમ શ્રેણી વિજય

દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે રચ્યો ઇતિહાસ, T-20 મા ઘરઆંગણે પ્રથમ શ્રેણી વિજય

ભારતનો શાનદાર વિજય

બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ભારત પહેલી વખત ટી-20 શ્રેણીમાં ઘર આંગણે દક્ષિણ આફ્રિકાને શ્રેણી હરવવામાં સફળ થયું હતું.

    ગુવાહાટી: આજે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ઘરઆંગણે   પ્રથમ વખત ટી-20 શ્રેણીમાં હરાવ્યું છે. ભારતે આ ચાલી રહેલી ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી T20 મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. પણ ભારતના શ્રેણી વિજય સાથે આ ટી20 મેચ માત્ર ઔપચારિકતા રહેશે.



    રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ

    બીજી T20 મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકા સામે 238 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 221 રન જ બનાવી શકી હતી. રોહિત શર્માએ આ સાથે ઈતિહાસ રચ્યો છે. તે ભારતની ધરતી પર T20I શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને હરાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.

    સૂર્યકુમાર યાદવે પણ બનાવ્યો રેકોર્ડ 

    સૂર્યકુમાર યાદવે T20I ફોર્મેટમાં તેનો આગવો અને શાનદાર ટચ ચાલુ રાખ્યો હતો. આજે  ગુવાહાટીમાં ક્રિકેટની રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૂર્યકુમાર 1000 રનનો આંકડો પાર કરનારો ત્રીજો સૌથી ઝડપી ભારતીય બેટર બન્યો હતો.   દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I દરમિયાન સૂર્યકુમાર યાદવ કોહલી અને લોકેશ રાહુલ બાદ આ સીમાચિહ્ન પાર કરનાર ત્રીજો ખેલાડી બન્યો હતો.

    22 બોલમાં 61 રન ઝૂડયા 

    આજે સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રન ઝૂડી કાઢ્યા હતા. આ દરમિયાન સૂર્યાએ 5 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ બાદ તે રનઆઉટ થયો હતો.  જો કે આ દરમિયાન સૂર્યકુમાર એવો જોરદાર વરસ્યો હતો કે મેદાનની ચારે તરફ ફરી વળ્યો હતો. પ્રેક્ષકોને આ આતશી બેટિંગ જોવાની મજા પડી ગઈ હતી.

    20 ઓવર્સમાં 237 રન બનાવ્યા

    ભારતે પહેલા બેટિંગ કરતા એટલી શાનદાર બેટિંગ કરી હતી કે 20 ઓવર્સમાં ટીમનો સ્કોર 237 રન નોંધાયો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત અને લોકેશ રાહુલે ઓપનિંગ કરતાં વિસ્ફોટ્ક શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ પણ બોલરોની હાલત દયનીય કરી દીધી હતી.

    દક્ષિણ આફ્રિકાએ પણ આપી લડત

    ભારતે સારું બેટિંગ કર્યું હતું પણ સામે દક્ષિણ આફ્રિકાએ પણ સારી લડત આપી હતી. મિલરે જોરદાર બેટિંગ કરતા સદી ફટકારી દીધી હતી. પણ આખરે ભારતનો વિજય થયો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: India Win, Indian cricket news, Team india

    विज्ञापन
    विज्ञापन