T20 Worldcup 2022: ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડકપ અગાઉ ઓફિશિયલ વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલીયાને ભારે રોમાંચક મેચમાં 6 રને પરાજય આપ્યો. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાંગારૂ ટીમ 20મી ઓવરમાં માત્ર 4 રન બનાવી શકી હતી. અને કુલ 180 રનમાં સમેટાઇ ગઈ હતી. આ સાથે ભારતનો 6 રને શાનદાર વિજય થયો હતો.
ડેથ ઓવર્સની સમસ્યાનું નિરાકરણ
ભારત સામે છેલ્લા ઘણા સમયથી એક પડકાર હતો કે ભારત છેલ્લી ઓવર્સમાં ઘણા રન આપી દેતું હતું. ભુવનેશ્વર જેવા સિનિયર બોલર્સ પણ એશિયાકપ અને ત્યાર પછીની સિરિઝોમાં છેલ્લી ઓવર્સમાં ધોવાઈ રહ્યા હતા. બીજી તરફ ભારતને બૂમરાહ પાસેથી આશા હતી પણ તે ઇન્જરીના કારણે વર્લ્ડકપમાથી બહાર થઈ ગયો હતો.
What A Win! 👌 👌#TeamIndia beat Australia by 6⃣ runs in the warm-up game! 👏 👏
છેલ્લી ઓવરમાં માત્ર ચાર રન આપીને ચાર વિકેટ પણ ઝડપી
શમીએ 20 મી ઓવરમાં જ્યારે 11 રન ડિફેન્ડ કરવાના હતા ત્યારે માત્ર ચાર રન આપીને ચાર વિકેટ પણ ઝડપી હતી. શમીએ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ ટી-20 મેચ ગત વર્ષે UAE માં રમી હતી. અને ત્યાર બાદ હવે ફરી સંજોગોવશાત તેને તક મળી છે તો તેણે તક ઝડપી લેવાનો નિર્ધાર કર્યો હોય એમ ઉમદા બોલિંગ પ્રદર્શન કર્યું હતું.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર