Home /News /sport /IND Vs WI: 2-0થી સીરીઝ જીતી ટેસ્ટ મેચોમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો વિરાટ કોહલી

IND Vs WI: 2-0થી સીરીઝ જીતી ટેસ્ટ મેચોમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો વિરાટ કોહલી

ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો વિરાટ કોહલી

અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝને 257 રને હરાવીને ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી

    રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને મોહમ્મદ શમી (Mohammad Shami)ની આગેવાનીમાં બોલિંગના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ભારતે સોમવારે અહીં બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ચાના બ્રેક પહેલા વેસ્ટ ઈન્ડિઝને 257 રને હરાવીને સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી. સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાની સાથે વિરાટ કોહલી (Virat Kohli)ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. તેની આગેવાનીમાં આ ભારતની ટેસ્ટ મેચોમાં 28મી જીત છે.

    કોહલીએ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ને પાછળ છોડી દીધો જેની આગેવાનીમાં ભારતે 27 ટેસ્ટ મેચ જીતી છે. ભારત તેની સાથે જ એક સમયે વિશ્વ ક્રિકેટમાં શીખર પર રહેલી વિન્ડીઝની વિરુદ્ધ સતત આઠમી ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી. ભારતના 468 રનના ટાર્ગેટનો પીછો કરતાં વિન્ડીઝની ટીમ રવિન્દ્ર જાડેજા (58 રન પર 3 વિકેટ), મોહમ્મદ શમી (65 રન પર 3 વિકેટ), ઈશાંત શર્મા (37 રન પર 2 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (31 રન પર 1 વિકેટ)ની ધારદાર બોલિંગની સામે 59.5 ઓવરમાં 210 રને સમેટાઈ ગઈ.

    વેસ્ટ ઈન્ડિઝના આ બે ખેલાડીઓને મળ્યું હતું જીવતદાન

    વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમારા બ્રૂક્સે એક જીવતદાનનો ફાયદો ઉઠાવતા સૌથી વધુ 50 રન કર્યા જ્યારે જર્મેન બ્લેકવુડ ત્રણ જીવતદાન છતાંય 38 રન જ કરી શક્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 61 રનનની પાર્ટનશશીપ કરી. કેપ્ટન જેસન હોલ્ડરે પણ 39 રન કર્યા.

    આ પણ વાંચો, મોહમ્મદ શમી વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જાહેર, હવે જશે જેલમાં!

    સવારના સેશનમાં ભારતના બોલરો સુસ્ત, લંચ બાદ તરખાટ મચાવ્યો

    ભારતના બોલરો માટે દિવસની શરૂઆત ખરાબ રહી પરંતુ લંચ બાદ તેઓએ શાનદાર વાપસી કરી. સવારનું સત્ર ભારતના બોલરો અને ફિલ્ડરોના સુસ્ત પ્રદર્શનના કારણે વેસ્ટ ઈન્ડિઝના નામે રહ્યો જેમાં બે વિકેટ ગુમાવીને 100 રન જોડ્યા. બીજા સત્રમાં જોકે, ભારતે જોરદાર વાપસી કરતાં 65 રન આપી 6 વિકેટ ખેરવી લીધી. વેસ્ટઈન્ડિઝે દિવસની શરૂઆત બે વિકેટ પર 45 રનથી કરી. મેજબાન ટીમના બેટ્સમેનોએ પહેલા કલાકમાં ભારતીય બોલરોને સફળતાથી દૂર રાખ્યા જેઓએ દિશાહીન બોલિંગ કરી.

    સીરીઝ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ સાથે હાથ મિલાવતા ભારતીય ખેલાડી


    વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં મજબૂત થઈ ભારતની સ્થિતિ

    આ જીતથી ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં 60 પોઇન્ટ મળ્યા અને ટીમે બે મેચોમાં 120 પોઇન્ટની સાથે શીખર પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બે-બે મેચોમાં સરખા 60-60 પોઇન્ટ સાથે ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.

    આ પણ વાંચો, સરકારી નોકરીની પરીક્ષામાં પુછાયો ધોની ઉપર સવાલ, શું તમને ખબર છે જવાબ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: India National Cricket team, India vs West indies, Mahendra singh dhoni, Virat kholi, West indies, ક્રિકેટ ન્યૂઝ, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन