ભારતે મહિલા કમ્પાઉન્ડ આર્ચરીમાં જીત્યો Silver, સિંધુ Gold માટે મેદાનમાં ઉતરી

પીવી સિંધુ ગોલ્ડ જીતવા માટે કોર્ટમાં ઉતરી ચુકી છે, તેનો મુકાબલો વર્લ્ડ નંબર 1 માનવામાં આવતી તાઈ જૂ યિંગ સાથે થઈ રહ્યો છે

પીવી સિંધુ ગોલ્ડ જીતવા માટે કોર્ટમાં ઉતરી ચુકી છે, તેનો મુકાબલો વર્લ્ડ નંબર 1 માનવામાં આવતી તાઈ જૂ યિંગ સાથે થઈ રહ્યો છે

 • Share this:
  એશિયન ગેમ્સના 10માં દિવસે ભારતે મહિલા કમ્પાઉન્ડ આર્ચરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. મુસ્કાન કિરાર, મધુમિતા કુમારી અને જ્યોતિ સુરેખા વેન્નમની મહિલા ભારતીય ટીમે તીરંદાજીના કમ્પાઉન્ડીંગ આર્ચરીની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. તે ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન સાઉથ કોરિયા સામે હારી ગઈ છે. ભારતીય ટીમ છેલ્લી પળોમાં થોડી પાછળ પડી ગઈ અને 231-228ના સ્કોરથી હારી ગઈ. ભારતને છેલ્લા શોટમાં 10sની જરૂરત હતી, પરંતુ તે તેમાં સફળ ન થઈ શકી.

  આ પહેલા હિમા દાસ અને દુતી ચંદે મહિલા 200 મીટરની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. દુતીએ પોતાની હીટમાં ટોપ કરવા ક્વોલિફાઈ કર્યું, તો હિમાએ લકી લૂઝર હેઠળ ક્વોલિફાઈ કર્યું છે.

  આ બાજુ પીવી સિંધુ ગોલ્ડ જીતવા માટે કોર્ટમાં ઉતરી ચુકી છે, તેનો મુકાબલો વર્લ્ડ નંબર 1 માનવામાં આવતી તાઈ જૂ યિંગ સાથે થયો જેમાં સિંધુએ હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તેણે ટેબલ ટેનિસમાં પહેલી વખત સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો.  ઉલ્લેખનીય છે કે, ભારતીય એથલીટોએ 8મી એશિયાઈ ગેમ્સના નવમા દિવસે સોમવારે કુલ ચાર મેડલ પોતાના નામે કરી દેશુશ કર્યા હતા. આ ચાર મેડલમાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ સામેલ છે. આશા અનુસાર ભારતને ગોલ્ડ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ અપાવ્યો. નીરજ જ્યારે જકાર્તા જઈ રહ્યો હતો, તે સમયે જ દેશને તેની પાસેથી ગોલ્ડની આશા હતી, અને તેણે નિરાશ પણ ન કર્યા. એક સમયે સુધા પણ ગોલ્ડની રેસમાં હતી, પરંતુ અંતમાં તે પાછળ પડી ગઈ અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
  Published by:kiran mehta
  First published: