ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે કારકિર્દીની 42મી સદી ફટકારી હતી. કોહલીએ 10 ફોર અને 1 સિક્સરની મદદથી 112 બોલમાં સદી ફટકારી હતી. આ સદીની મદદથી ભારતે બીજી વન-ડેમાં 59 રને વિજય મેળવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કોહલીએ સદી ફટકારી ત્યારે જોરદાર રીતે ઉજવણી કરી હતી. તેણે હવામાં જંપ લગાવ્યો હતો અને પોતાની જર્સી નંબર તરફ ઇશારો કર્યો હતો. હાલના દિવસોમાં કોહલીને આવી ઉજવણી કરતો જોયો નથી.
આ વર્ષની શરુઆતમાં જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી ત્યારે કોહલીએ સામાન્ય રીતે ઉજવણી કરી હતી. તે સમયે કહેવાતું હતું કે કોહલી માટે સદી ફટકારવી મોટી વાત નથી. જેથી તે સામાન્ય ઉજવણી કરે છે. જોકે વિન્ડીઝ સામે સદી ફટકાર્યા પછી લાગ્યું કે કોહલીને સદીની ઘણી જરુર હતી. આ સંબંધમાં ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે કહ્યું હતું કે વિરાટનો ભાવ જોઈને તમે સમજી શકો છો કે તેને સદીની કેટલી જરુર હતી. એટલા માટે નહીં કે તે ફોર્મમાં ન હતો પણ તે ઘણા સમયથી 70 અને 80 ન બનાવી આઉટ થતો હતો. તે હંમેશા મોટો સ્કોર બનાવવા માટે જાણીતો છે.
કોને ચૂપ રહેવાનો ઇશારો હતો ફિલ્ડિંગ દરમિયાન વિરાટે કુલદીપ યાદવની બોલિંગ પર શિમરોન હેટમાયરનો કેચ પકડ્યો હતો. આ પછી તેણે તરત મો ઉપર આંગળી રાખીને ચુપ રહેવાનો ઇશારો કર્યો હતો. જોકે તેને કોઈ તરફ ઇશારો તો કર્યો નથી પણ ઘણા પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે. કહેવાઈ રહ્યું છે કે તેણે ટિકાકારોને ચુપ રહેવા કહ્યું હતું અથવા રોહિત શર્મા સાથેના ઝઘડાની વાત પર ચુપ રહેવા તરફ ઇશારો કર્યો હતો. એમ પણ માનવામાં આવે છે કે તેનો ઇશારો રોહિત પાસેથી મળી રહેલા પડકાર તરફ હતો.
5 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી કોહલીએ લગભગ પાંચ મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે. આ દરમિયાન તે 11 ઇનિંગ્સ રમ્યો હતો પણ સદી ફટકારી શક્યો ન હતો. આ દરમિયાન તેણે 5 અડધી સદી ફટકારી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર