14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થનાર 40 જવાનો અને ભારતીય સેનાના સન્માનમાં ભારતીય ક્રિકેટ બોર્ડે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં રમાય રહેલી ત્રીજી વન-ડે મેચમાં બધા ભારતીય ખેલાડીઓ આર્મીની કેપ પહેરીને રમતા ઉતર્યા છે. જે ક્રિકેટમાં સંભવત આવો એકમાત્ર મામલો છે.
ભારતીય ક્રિકેટર્સનો ધ્યેય દેશવાસીઓને શહીદોના પરિવારના લોકોનો અને શિક્ષાની સંભાળ રાખવા માટે રાષ્ટ્રીય રક્ષા કોષમાં દાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ભારતીય સેનામાં માનદ લેફ્ટિનેન્ટ પદ પર રહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ બધા ભારતીય ક્રિકેટર્સ અને સપોર્ટ સ્ટાફને આર્મીની કેપ આપી હતી. આ દરમિયાન ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં દેશભક્તિનો માહોલ જોવા મળતો હતો. જ્યારે ધોની કેપ આપી રહ્યો હતો ત્યારે દર્શકો જય જવાન અને જય હિંદના નારા લગાવતા હતા.
આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ‘પિંક ટેસ્ટ’ અને દક્ષિણ આફ્રિકાના ‘પિંક વન-ડે’ની જેમ ટીમ ઇન્ડિયા દર વર્ષે એક મેચ આર્મીની કેપ પહેરીને રમશે. જાણકારી પ્રમાણે આ આઈડિયા બીસીસીઆઈને ધોની અને કેપ્ટન વિરાટ કોહલીએ આપ્યો હતો.
#TeamIndia will be sporting camouflage caps today as mark of tribute to the loss of lives in Pulwama terror attack and the armed forces
And to encourage countrymen to donate to the National Defence Fund for taking care of the education of the dependents of the martyrs #JaiHindpic.twitter.com/fvFxHG20vi
એજન્સી આઈએએનએસ સાથેની વાતચીતમાં બીસીસીઆઈના એક સિનીયર અધિકારીએ કહ્યું હતું કે આર્મ્ડ ફોર્સ માટે ધોનીને કેટલો બધો પ્રેમ છે તે બધાને ખબર છે. જેથી ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીથી શરુઆત કરવામાં આવી હતી.
To pay homage to the martyrs of Pulwama Terror Attack, the players will donate today's match fee to the National Defence Fund #JaiHindpic.twitter.com/vM9U16M8DQ
બધા ભારતીય ખેલાડીઓએ પોતાની મેચ ફી પણ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ પુલવામામાં શહીદોના સન્માનમાં વિશાખાપટ્ટનમ વન-ડેમાં બે મિનિટનું મૌન રાખ્યું હતું. આ સિવાય આ વખતની આઈપીએલ સેરેમની પણ રદ કરી દેવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર