Home /News /sport /INDvsZIM: સૂર્યા ફરી ઝળહળ્યો! રાહુલ પણ ફોર્મમાં, પંત ફરી નિષ્ફળ, તકનો લાભ ઉઠાવી ન શક્યો

INDvsZIM: સૂર્યા ફરી ઝળહળ્યો! રાહુલ પણ ફોર્મમાં, પંત ફરી નિષ્ફળ, તકનો લાભ ઉઠાવી ન શક્યો

ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે આજે મુકાબલો

T20 WORLD CUP: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચેની મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આજે વિકેટકીપર બેટર તરીકે રિષભ પંતને તક મળી છે અને DK ને બેસાડવામાં આવ્યો છે.

    દિલ્હી: ભારત અને ઝિમ્બાબ્વેની ક્રિકેટ મેચમાં આજે ભારતને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ  બેટિંગ કરતાં 20 ઓવર્સના અંતે 186 રન કર્યા હતા. ભારત તરફથી ફરી ઓપનિંગ પેર સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહી હતી. રોહિત શર્માની વિકેટ ભારતે સસ્તામાં ગુમાવી હતી પરંતુ લાંબા સેમી બાદ ફોર્મમાં આવેલ ઓપનર લોકેશ રાહુલ આજે ફરી ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ સૂર્યા અને હાર્દિકે હંમેશની જેમ બાજી સંભાળી લીધી હતી. સૂર્યકુમાર યાદવે આજે ફરી ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 244 ના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 61 રન બનાવ્યા હતા. જેમાં તેણે ચાર દર્શનિય છગ્ગા ફટકાર્યા હતા.



     T20 વર્લ્ડ કપ સુપર 12 ની છેલ્લી મેચમાં આજે ભારત અને ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમો સામસામે છે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતીય ટીમ ઓલરેડી સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તેનો પ્રયાસ આ મેચ જીતીને આત્મવિશ્વાસ સાથે સેમી ફાઇનલમાં પહોંચવાનો રહેશે.

    નેધરલેન્ડે સર્જ્યો અપસેટ 

    બીજી તરફ દિવસની પ્રથમ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તો આજના દિવસની બીજી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 5 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ હાર સાથે બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી.

    ભારતે ટોસ જીત્યો

    આજની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિનેશ કાર્તિકને આજે આરામ આપવામાં આવ્યો છે. ઋષભ પંત આજની મેચમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે રમશે. આખી ટુર્નામેન્ટમાં ભારતે ઋષભ પંતનો ઉપયોગ કર્યો નહોતો આજે તેને તક મળી છે ત્યારે જોવાનું રહેશે કે તે મળેલા ચાંસનો કેવો ઉપયોગ કરી શકે છે.

    દક્ષિણ આફ્રિકા ફરી ચોકર્સ પુરવાર થયું 

    આજે રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મહત્વની મેચમાં અપસેટનો શિકાર બની છે. ટૂર્નામેન્ટની મેચમાં તેણે દક્ષિણ આફ્રિકાને 13 રનથી હરાવ્યું છે. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે.

    મેચમાં પ્રથમ બેટિંગ કરતાં નેધરલેન્ડે 4 વિકેટે 158 રનનો સ્કોર બનાવ્યો હતો. કોલિન એકરમેને 26 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, Dinesh kartik, Rishabh pant, T20 worldcup 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन