વેસ્ટ ઇન્ડીઝનો આ ક્રિકેટર છે માતાનો ભક્ત, નવરાત્રીમાં કરે છે ઉપવાસ

બિશુએ કહ્યું હતું કે રાજકોટ ટેસ્ટ દરમિયાન તેને કેટલીક લિંક મળી હતી અને તેના પંડિતે કહ્યું હતું કે તે લોકો ગુજરાતથી આવ્યા હતા

News18 Gujarati
Updated: October 11, 2018, 9:34 PM IST
વેસ્ટ ઇન્ડીઝનો આ ક્રિકેટર છે માતાનો ભક્ત, નવરાત્રીમાં કરે છે ઉપવાસ
વેસ્ટ ઇન્ડીઝનો આ ક્રિકેટર છે માતાનો ભક્ત, નવરાત્રીમાં કરે છે ઉપવાસ
News18 Gujarati
Updated: October 11, 2018, 9:34 PM IST
વેસ્ટ ઇન્ડીઝની ટીમ બે ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમવા માટે ભારત પ્રવાસે છે. કેરેબિયન ટીમના અભિયાનની શરૂઆત ખાસ રહી નથી. રાજકોટ ટેસ્ટમાં શરમજનક પરાજય પછી હવે ટીમની નજર શુક્રવારથી શરૂ થતી હૈદરાબાદ ટેસ્ટ પર છે. ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે.આ દરમિયાન ટીમના લેગ સ્પિનર દેવેન્દ્ર બિશુના હોટલમાં રૂમ પસંદ કરવાની રીત જોઈને બધા ચોકી ગયા હતા.

હોટલમાં રુમ લેતા પહેલા બિશુ તપાસ કરે છે કે તેના નાના મંદિરને લગાવવા માટે સૂરજ કઈ દિશા તરફ છે. આટલું જ નહીં ટીમ મોટી રાત્રે પહોંચી પણ વેસ્ટ ઇન્ડીઝ ટીમનો આ સ્ટાર સ્પિનર સૂરજને જોવા માટે બીજા દિવસે સવારે ઉઠી ગયો હતો. આ પછી બિશુએ રુમમાં પોતાના મંદિરને વ્યવસ્થિત કર્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસની ખબર પ્રમાણે 32 વર્ષના ભારતીય મૂળનો આ ખેલાડીએ કહ્યું હતું કે તે પોતાની ટીમના બાકી સાથીઓની સરખામણીએ વહેલા ઉઠી જાય છે. તે મેદાન પર જતા પહેલા સવારે પૂજા કરે છે અને ગાયત્રી મંત્ર સાંભળે છે.

સાત વર્ષમાં બિશુ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યો છે. આ તેના તક છે કે તે પોતાના પૂર્વજોની ધરતી વિશે વધારે જાણે. બિશુએ કહ્યું હતું કે રાજકોટ ટેસ્ટ દરમિયાન તેને કેટલીક લિંક મળી હતી અને તેના પંડિતે કહ્યું હતું કે તે લોકો ગુજરાતથી આવ્યા હતા. આ સ્પિનરે ખુલાસો કર્યો હતો કે તે નવરાત્રીમાં મીટથી દૂર રહે છે અને ઉપવાસ રાખે છે. તે કૃષ્ણ જયંતી, હનુમાન જયંતી અને ગુરુવારે પણ ઉપવાસ રાખે છે
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...