IND vs WI 2nd T20: ભારતે 22 રને મેચ જીતી, સીરીઝ કરી પોતાના નામે

રોહિત શર્માની અડધી સદી (67)

News18 Gujarati
Updated: August 5, 2019, 7:07 AM IST
IND vs WI 2nd T20: ભારતે 22 રને મેચ જીતી, સીરીઝ કરી પોતાના નામે
રોહિત શર્માની અડધી સદી (67)
News18 Gujarati
Updated: August 5, 2019, 7:07 AM IST
વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ અમેરિકામાં ચાલી રહેલી ટી20 સીરીઝને રવિવારે ભારતે પોતાના નામે કરી દીધી. ભારતે સીરીઝની બીજી મેચમાં ડીએલએસ લાગુ થયા બાદ 22 રનથી જીત નોંધાવી. ભારતે રોહિત શર્મા અને શિખર ધવનની શાનદાર શરૂઆતના દમ પર 20 ઓવરમાં 167 રન કર્યા. 168 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 15.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને માત્ર 98 રન કરી શકી. ત્યારબાદ વરસાદના કારણે મેચ શરૂ ન થઈ શકી.

લેવિસ 00 રને ભુવનેશ્વર કુમારનો અને નરૈન 4 રને સુંદરનો શિકાર બન્યો છે.  અહીંથી પોવેલે 34 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 54 રન બનાવી બાજી સંભાળી હતી. અડધી સદી ફટકારી તે ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. પૂરન પણ પંડ્યાની ઓવરમાં આઉટ થયો હતો.

શિખર ધવન 16 બોલમાં 23 રન બનાવી પોલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ધવન અને રોહિત વચ્ચે પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી નોંધાઈ હતી. રોહિતે શાનદાર બેટિંગ કરતા 40 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. તે અડધી સદી પછી 65 રન બનાવી આઉટ થયો હતો. રોહિતે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

રિષભ પંતનું ખરાબ ફોર્મ યથાવત્ રહેતા 4 રને થોમસનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી 28 રન બનાવી કોટરેલની ઓવરમાં બોલ્ડ થયો હતો.ક્રુણાલ પંડ્યા 20 અને જાડેજા 9 રને અણનમ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી થોમસ અને કોટરેલે 2-2 વિકેટ ઝડપી હતી. પોલને 1 વિકેટ મળી હતી.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે વિનિંગ ટીમ જાળવી રાખી છે. ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી.

બંને ટીમો આ પ્રમાણે છે
Loading...

ભારત - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મનીષ પાંડે, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સૈની.

વેસ્ટ ઇન્ડીઝ - ઇવિન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેઇટ (કેપ્ટન), કીમો પોલ, સુનીલ નારાયણ, ખાયરી પિયરે, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ.
First published: August 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...