આ ‘કલંક’ સાથે વિરાટ કોહલીનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખતમ થયો

News18 Gujarati
Updated: September 2, 2019, 11:45 AM IST
આ ‘કલંક’ સાથે વિરાટ કોહલીનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખતમ થયો
આ ‘કલંક’સાથે વિરાટ કોહલીનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખતમ થયો

કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ચોથી વખત ગોલ્ડન ડક આઉટ થયો

  • Share this:
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની જમૈકા ટેસ્ટમાં મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. જોકે આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પ્રથમ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર કોહલી બીજી ઇનિંગ્સમાં ગોલ્ડન ડક થયો હતો. કીમર રોચનો ઓફ સ્ટમ્પની બહાર જતો બોલ કોહલીના બેટને અડીને વિકેટકીપર જહમર હેમિલ્ટનના હાથમાં ગયો હતો.

ચોથી વખત ગોલ્ડન ડક
કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ચોથી વખત ગોલ્ડન ડક આઉટ થયો છે. ધ ઓવલમાં ઇંગ્લેન્ડ સામે 2018માં રમાયેલી મેચ પછી તે પ્રથમ વખત ગોલ્ડન ડક ઉપર આઉટ થયો છે. ધ ઓવલ પહેલા 2014માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં અને 2011માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

આ પણ વાંચો - રહાણે અને વિહારીની અડધી સદી, ટીમ ઇન્ડિયા જીતની નજીક

આ સાથે કોહલીએ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી એક સપ્ટેમ્બરના દિવસે વર્લ્ડ ક્રિકેટમાં ડક પર આઉટ થનાર છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. 1 સપ્ટેમ્બરે દુનિયાભરમાં તે પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય કે લીગ, કુલ આઠ ખેલાડી ડક ઉપર આઉટ થયા છે. કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરુ થયા પછી ગોલ્ડન ડક થનાર ભારતનો બીજો ખેલાડી બન્યો છે. આ પહેલા આ યાદીમાં મોહમ્મદ શમીનું નામ છે. જે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

ઓવરઓલ જોવામાં આવે તો નંબર વન બેટ્સમેન કોહલી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ટેસ્ટ ક્રિકેટમાં નવ વખત ડક થયો છે. આ સાથે કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 34ની એવરેજથી 136 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી સામેલ છે.ઉલ્લેખનીય છે કે બીજી ટેસ્ટમાં ભારતે આપેલા 468 રનના પડકાર સામે વેસ્ટ ઇન્ડીઝે ત્રીજા દિવસના અંતે 2 વિકેટ ગુમાવી 45 રન બનાવી લીધા છે. વિન્ડીઝ હજુ 423 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે.
First published: September 2, 2019
વધુ વાંચો
अगली ख़बर