વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ઉપર ઉઠાવ્યા સવાલો

News18 Gujarati
Updated: August 20, 2019, 7:38 PM IST
વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ઉપર ઉઠાવ્યા સવાલો
વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ઉપર ઉઠાવ્યા સવાલો

વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટી-20 શ્રેણી જીત્યા પછી હવે ટીમ ઇન્ડિયા ગુરુવારથી ટેસ્ટ શ્રેણીમાં પોતાનો દમ બતાવશે

  • Share this:
વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટી-20 શ્રેણી જીત્યા પછી હવે ટીમ ઇન્ડિયા ગુરુવારથી ટેસ્ટ શ્રેણીમાં પોતાનો દમ બતાવશે. એન્ટીગામાં ગુરુવારે પ્રથમ ટેસ્ટ શરુ થશે અને આ સાથે જ ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ બંને માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ પણ થશે. આ શ્રેણી પહેલા વિરાટ કોહલીએ એક મોટુ નિવેદન કર્યું છે. વિરાટ કોહલીએ પોતાની ટીમના બોલરોની જોરદાર પ્રશંસા કરી છે પણ બેટ્સમેનો ઉપર સવાલ ઉઠાવ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહેલા કોહલીએ સ્વિકાર કર્યો છે કે બોલિંગમાં સુધારો થયો છે અને હવે તે બેટ્સમેન ઉપર આધાર રાખે છે કે તે તેમની બરાબરી કરે. ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શનના બદલે એક ટીમના રુપમાં બેટિંગના મહત્વ પર જોર આપતા કોહલીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે આપણે બેટિંગ સ્તર ઉપર ખરા ઉતર્યા છે. ટેસ્ટ સ્તર ઉપર બેટિંગ હંમેશા મુશ્કેલ હોય છે પણ હવે ચેમ્પિયનશિપ સાથે વધારે મુશ્કેલ થશે.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બનવાની રેસમાં આ દિગ્ગજ થયો સામેલ

ટેસ્ટ ક્રિકેટનું સ્તર વધશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવાને લઈને ઉત્સાહિત ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રતિસ્પર્ધા ડબલ થઈ છે. કોહલીએ કહ્યું હતું કે રમત વધારે પ્રતિસ્પર્ધી થવાની છે. આ નિર્ણય યોગ્ય સમયે ઉઠાવ્યો છે. લોકો વાતો કરતા હતા કે ટેસ્ટ ક્રિકેટ પ્રાસંગિક રહ્યું નથી કે મરી રહ્યું છે. મારી નજરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રતિસ્પર્ધા ડબલ થઈ છે. કોહલીએ કહ્યું હતું કે હવે ખેલાડીઓ ઉપર છે કે તે આ પડકારનો સ્વિકાર કરે અને જીત મેળવવાનો પ્રયત્ન કરે.
First published: August 20, 2019, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading