Home /News /sport /Video: જયારે વિરાટ કોહલીએ Live મેચમાં કર્યો ડાન્સ

Video: જયારે વિરાટ કોહલીએ Live મેચમાં કર્યો ડાન્સ

કોહલીએ ક્રિસ ગેલને પણ શીખવ્યા ડાન્સ સ્ટેપ્સ, કેદાર જાધવે પણ દર્શાવ્યા ડાન્સ મૂવ્સ

કોહલીએ ક્રિસ ગેલને પણ શીખવ્યા ડાન્સ સ્ટેપ્સ, કેદાર જાધવે પણ દર્શાવ્યા ડાન્સ મૂવ્સ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ગયાનામાં રમાયેલી વનડે મેચમાં પ્રશંસકોને ભલે વિરાટ કોહલીની બેટિંગ ન જોવા મળી, પરંતુ તેમને ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો ડાન્સ જોવાનો લ્હાવો મળ્યો. ગયાનામાં રમાયેલી પહેલી વનડે દરમિયાન કોહલી મેદાન વચ્ચે ડાન્સ કરતો જોવા મળ્યો. મૂળે, વરસાદ બંધ થયા બાદ જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર ઉતરી તો ગ્રાઉન્ડ્સમેન મેદાનને રમવા યોગ્ય કરી રહ્યા હતા. આ દરમિયાન કોહલી અચાનક ભાંગડા કરવા લાગ્યો. કોહલી એક કર્મચારી સાથે ડાન્સ કરવા લાગ્યો. ત્યારબાદ કોહલી વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલની સાથે પણ નાચતો જોવા મળ્યો. કોહલીની સાથે કેદાર જાધવે પણ ડાન્સ મૂવ્સ દર્શાવતો જોવા મળ્યો. વિરાટ કોહલીના ડાન્સનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

એવું નથી કે વિરાટ કોહલી પહેલીવાર મેદાન પર ડાન્સ કરતાં જોવા મળ્યો છે. વિરાટ પહેલા પણ અનેકવાર મેદાન પર ડાન્સિંગ મૂવ્સ કરતો જોવા મળ્યો છે. કોહલી મેચ દરમિયાન ગંભીર રહે છે પરંતુ બ્રેક દરમિયાન તેનો મૂડ ઘણો હળવો જોવા મળે છે અને તે રમતનો આનંદ લે છે.

આ પણ વાંચો, ધોની જશે લેહ-લદાખ, 15 ઓગસ્ટે તિરંગો ફરકાવશે!

ગયાના વનડે વરસાદમાં ધોવાઈ

આ પહેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે વનડે સીરીઝની પહેલી વનડે વરસાદના કારણે ધોવાઈ ગઈ. ગયાનામાં ટીમ ઈન્ડિયાએ ટીસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વિન્ડીઝ ટીમ 13 ઓવર જ બેટિંગ કરી શકી હતી અને વરસાદે મેચ ધોઈ નાખી. જ્યારે વરસાદ આવ્યો ત્યારે વિન્ડીઝનો સ્કોર એક વિકેટ પર 54 રન હતો.


આઉટ થનારો બેટ્સમેન ક્રિસ ગેલ રહ્યો જે 31 બોલમાં માત્ર 4 રન જ કરી શક્યો. બીજી તરફ, તેના ઓપનિંગ પાર્ટનર એવિન લુઈસ 40 રન પર અણનમ રહ્યો. તેની સાથે શે હોપે 11 બોલમાં અણનર 6 રન કર્યા. ભારત તરફથી એકમાત્ર સફળતા કુલદીપ યાદવને મળી, જેણે 2 ઓવરમાં 3 રન આપીને ક્રિસ ગેલને બોલ્ડ કર્યો.

આ પણ વાંચો, પાક ક્રિકેટર બાબર આઝમના પ્રશંસકોએ ઠપ કરી દીધી વેબસાઇટ
First published:

Tags: Chris gayle, Dance, India vs West indies, ક્રિકેટ, વાયરલ વીડિયો, વિરાટ કોહલી, સ્પોર્ટસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો