શું ભારતીય ટીમના ખેલાડીઓ PUBG ગેમ રમી રહ્યા છે?

શું ભારતીય ટીમના ખેલાડીઓ PUBG ગેમ રમી રહ્યા છે?

બીસીસીઆઈએ ખેલાડીઓની તસવીર પોસ્ટ કરીને પ્રશંસકોને પુછ્યું હતું કે ટીમ ઇન્ડિયાના ખેલાડી એરપોર્ટ પર કઈ રમી રહ્યા છે.

 • Share this:
  વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ ચાલી રહી છે. મુંબઈમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને ત્રીજી વન-ડેમાં 224 રનેથી હરાવી દીધું હતું. શ્રેણીની પાંચમી અને અંતિમ વન-ડે 1 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીની એક તસવીર વાયરલ થઈ છે. જે બીસીસીઆઈએ ટ્વિટ કરી છે. આ તસવીર જોતા લાગે છે શું ખેલાડીઓ એરપોર્ટ પર મોબાઈલમાં PUBG ગેમ રમી રહ્યા છે?

  બીસીસીઆઈએ ખેલાડીઓની તસવીર પોસ્ટ કરીને પ્રશંસકોને પુછ્યું હતું કે ટીમ ઇન્ડિયાના ખેલાડી એરપોર્ટ પર કઈ રમી રહ્યા છે. આ પછી ટીમ ઇન્ડિયાના પ્રશંસકોએ આસાનથી કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ PUBG ગેમ રમી રહ્યા છે.

  PUBG ગેમ હાલ યુવોનોમાં ખાસી લોકપ્રિય છે અને મોટાભાગના આ ગેમથી પરિચિત છે.  આવી રીતે રમાય છે PUBG ગેમ
  પેરાશુટ દ્વારા 100 પ્લેયર્સને એક આઈલેન્ડ પર ઉતારવામાં આવે છે. જ્યાં પ્લેયર્સે બંદુક શોધવી પડી છે અને દુશ્મનોને મારવાના હોય છે. અંતમાં જે બચે તે વિનર થાય છે. આ ગેમને 4 લોકો ગ્રુપ બનાવીને પણ રમી શકે છે. જે અંત સુધી પહોંચી ગયા તો બધા વિનર ગણાય છે.
  Published by:Ashish Goyal
  First published: