વિન્ડીઝ સામે બે વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત, પંતને પ્રથમ વખત મળ્યું સ્થાન

એશિયા કપમાં આરામ કરનાર સુકાની વિરાટ કોહલી પાછો ફર્યો છે. ટીમમં હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો નથી

News18 Gujarati
Updated: October 11, 2018, 6:22 PM IST
વિન્ડીઝ સામે બે વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત, પંતને પ્રથમ વખત મળ્યું સ્થાન
વિન્ડીઝ સામે બે વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત
News18 Gujarati
Updated: October 11, 2018, 6:22 PM IST
બીસીસીઆઈએ વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂઆતની બે વન-ડે મેચ માટે 14 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ વન-ડે મેચ રમાશે. 21 ઓક્ટોબરથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.

એશિયા કપમાં આરામ કરનાર સુકાની વિરાટ કોહલી પાછો ફર્યો છે. ટીમમં હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જાડેજા, ચહલ અને કુલદીપ યાદવ એમ ત્રણ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. જ્યારે શમી, ખલીલ અહમદ અને શાર્દુલ ઠાકુર ત્રણ ફાસ્ટ બોલરોના સમાવેશ કર્યો છે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. 2019 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા વિકેટકીપર રિષભ પંતનો પ્રથમ વખત વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે.
ભારતીય ટીમ - વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ. અંબાતી રાયડુ, મનીષ પાંડે, એમએસ ધોની, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ, શાર્દુલ ઠાકુર.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...