ત્રીજો વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આવતા વર્ષ યોજાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારી શનિવારે વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ત્રણ મેચોની સીરીઝની ઉદ્ઘાટન મેચથી થશે. વિન્ડીઝ પ્રવાસે જતાં પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ સીરીઝનો ઉદ્દેશ્ય નવા ખેલાડીઓને ચકાસવાના છે જેમના નામ સિલેક્ટર્સની યાદીમાં છે.
પૂરી તાકાત સાથે ઉતરશે ભારત
કોહલીને સીમિત ઓવરો ફોર્મેટમાં આરામ આપવાની શક્યતા હતી પરંતુ સ્ટાર ફોસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બાદ કરતાં પૂરી મજબૂત ટીમ પસંદ કરવામાં આવી છે. બુમરાહ 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝ રમશે. હાર્દિક પંડ્યાને સમગ્ર ટૂર માટે આરામ આપવામાં આવ્યો છે.
પાંડે-અય્યર પર દબાણ
શ્રેયસ અય્યર અને મનીષ પાંડે માટે આ પ્રવાસ મહત્વપૂર્ણ હશે જેનો ઉદ્દેશ્ય પોતાની ઉપયોગિતા પુરવાર કરવાની રહેશે. પાંડેએ ભારત માટે છેલ્લી મેચ નવેમ્બર 2018માં અને અય્યરે ફેબ્રુઆરી 2018માં રમી હતી. ભારતની સામે પડકાર મધ્યક્રમની સમસ્યાઓથી ઉકેલ મોકલવાનો પણ હશે. પાંડે અને અય્યર બંને વિન્ડીઝ પ્રવાસ પર ગયેલી ભારત-એ ટીમનો હિસ્સો હતો અને સારી ઇનિંગ રમી ચૂક્યો છે.
આ પણ વાંચો, કોહલીને આ 6 સવાલના જવાબ ન મળ્યા તો T20 વર્લ્ડ કપ પણ હાથમાંથી ગયો!
સ્પિનર વોશિંગટન સુંદર અને ફાસ્ટ બોલર ખલીલ અહમદ તથા દીપક ચાહર પણ ટી20 ટીમમાં પર ફર્યા છે. ફાસ્ટ બોલર નવદીપ સૈની અને દીપકનો ભાઈ રાહુલ પણ ટીમમાં છે.
રોહિત પાસે મોટી આશા
રોહિત શર્મા અને વધુ ફીટ થઈને પરત ફરેલા શિખર ધવન ઇનિંગની શરૂઆત રરશે જ્યારે ચોથા નંબરે કેએલ રાહુલનું ઉતરવાનું નક્કી છે. રાહુલે ત્રણ વર્ષ પહેલા ફ્લોરિડામાં 110 રનની અણનમ ઇનિંગ રમી હતી. વર્લ્ડ કપમાં પાંચ સદી સહિત સૌથી વધુ રન કરનારો રોહિત આ લયને કાયમ રાખવા માંગશે. કેપ્ટન કોહલીની સાથે મતભેદોના અહેવાલ વચ્ચે તેમનું ફોકસ ક્રિકેટ પર રહેશે જોકે કોહલી આ અહેવાલોને નકારી કાઢ્યા છે.
આ પણ વાંચો, એક ઓવરમાં 6 છગ્ગા ખાનારા આ ઈંગ્લેન્ડ બોલરનું નિધન
આ પ્રવાસથી રુષભ પંત પર વધુ જવાબદારી રહેશે કારણ કે મહેન્દ્રસિહ ધોનીના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાઓની વચ્ચે તે પહેલા વિકેટકિપર તરીકે અહીં આવ્યો છે.
વિન્ડીઝની ટીમ પણ મજબૂત
બીજી તરફ, ટી20 ક્રિકેટની સૌથી ખતરનાક ટીમ વિન્ડીઝમાં કીરોન પોલાર્ડ અને સ્પિનર સુનીલ નારાયણની વાપસી થઈ છે. ક્રિસ ગેલ જોકે વનડે સીરીઝ જ રમશે. કોચ ફ્લાયડ રીફરે કહ્યું કે, આ ટીમ યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે. આ ઘણી રોમાંચક મેચ હશે અને દર્શકોને પૂરું મનોરંજન મળશે.
ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રુષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, રાહુલ ચાહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચાહર, નવદીપ સૈની.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ:
કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), જાન કેમ્પબેલ, એવિન લુઈસ, શિમરોન હેટમાયેર, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ, રોવમેન પાવેલ, કીમો પાલ, સુનીલ નારાયણ, શેલ્ડન કોટરેલ, ઓશેન થામસ, એન્થોની બ્રેંબલ, જેસન મોહમ્મદ, ખારી પિયરે.
આ પણ વાંચો, મિયામીમાં ટીમ ઇન્ડિયાના થયા બે ભાગ, કોહલી એકલો પડ્યો!