Home /News /sport /

રવિન્દ્ર જાડેજાએ પ્રશંસકને ગુજરાતીમાં કહ્યું- શું ટિકિટ બિકિટ છે ને, ન હોય તો આપું, જુઓ Video

રવિન્દ્ર જાડેજાએ પ્રશંસકને ગુજરાતીમાં કહ્યું- શું ટિકિટ બિકિટ છે ને, ન હોય તો આપું, જુઓ Video

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)હાલ ભારતીય ટીમ સાથે હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે

Ravindra Jadeja speak gujarati - રવિન્દ્ર જાડેજા એકદમ સાદાઇથી કાઠીયાવાડી ટોનમાં વાત કરતો જોવા મળે છે, વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઇ રહ્યો છે

    સ્પોર્ટ્સ ડેસ્ક : ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)હાલ ભારતીય ટીમ સાથે હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. જાડેજા તેના દિલદાર અંદાજ માટે જાણીતો છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઇ રહ્યો છે. દિલદાર અંદાજ જોવા મળે છે. રવિન્દ્ર જાડેજા પ્રેક્ટિસ કરતા જતા સમયે એક પ્રશંસક સાથે ગુજરાતીમાં વાત (Ravindra Jadeja speak gujarati)કરતો જોવા મળે છે. સાથે પ્રસંસકની ચિંતા કરતા તેની પાસે ટિકિટ ના હોય તો વ્યવસ્થા કરી આપવાની પણ વાત કરે છે. જાડેજા એકદમ સાદાઇથી કાઠીયાવાડી ટોનમાં વાત કરતો જોવા મળે છે.

    આ વાયરલ વીડિયો ક્યાંનો છે અને કોણ પ્રશંસક છે તે વિશે જાણી શકાયું નથી. પણ જાડેજાના દિલદાર સ્વભાવના વખાણ થઇ રહ્યા છે. જાડેજા પોતાના દેશી અંદાજ માટે જાણીતો છે. તે જ્યારે મેચ રમતો ના હોય ત્યારે પોતાના ફાર્મહાઉસ પર ઘોડાઓ સાથે સમય પસાર કરતો હોય છે.

    આ પણ વાંચો - વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કમાય છે 9 કરોડ રૂપિયા, તો પણ રોનાલ્ડો સામે લાગે ગરીબ!

    આવી થઇ વાતચીત

    વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે રવિન્દ્ર જાડેજા બેટ લઇને મેદાનમાં પ્રેક્ટિસ માટે જઈ રહ્યો હોય છે. આ દરમિયાન મેદાનમાં રહેલ એક વ્યક્તિ જાડેજાને ગુજરાતીમાં જય માતાજી કહે છે. જાડેજા પર ઉભો રહીને જય માતાજી કહે છે અને પુછે છે કે કેમ છો. આ પછી સામે વાળો વ્યક્તિ મજામાં કહે છે. જાડેજા સામે વાળા વ્યક્તિને કહે છે કે શું ટિકિટ બિકિટ છે ને, ના હોય તો આપું. સામે વાળો વ્યક્તિ જવાબ આપે છે ના ટિકિટ છે.


    જાડેજા ઇજાના કારણે પ્રથમ બે વન-ડેમાંથી બહાર

    રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બે વન-ડેમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઈએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. બીસીસીઆઈએ લખ્યું કે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઇજા થઇ છે અને તે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બે વન-ડેમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખી રહી છે અને ત્રીજી વન-ડેમાં ભાગ લેવા પર તે પ્રમાણે નિર્ણય કરાશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Social media, ક્રિકેટ ન્યૂઝ, રવિન્દ્ર જાડેજા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन