પ્રથમ વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત, રિષભ પંત કરશે ડેબ્યૂ

પ્રથમ વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત, રિષભ પંત કરશે ડેબ્યુ

પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીમાં રમાશે, પ્રથમ વન-ડે ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 કલાકેથી શરૂ થશે

 • Share this:
  ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ પાંચ મેચની વન-ડે શ્રેણી માટે તૈયાર છે. પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીમાં રમાશે. પ્રથમ વખત આ વેન્યુ પર વન-ડે મેચ રમાશે. આ પહેલા અહીં ગત વર્ષે ટી-20 મેચ યોજાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. ભારતે એક દિવસ પહેલા જ વન-ડે માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રથમ વન-ડે ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 કલાકેથી શરૂ થશે.

  ટીમમાં મનીષ પાંડેને સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી રિષભ પંત આ મેચ સાથે પોતાની વન-ડે ડેબ્યુ કરશે. વિરાટ કોહલી નંબર-3 પર બેટિંગ કરવા માટે પરત ફર્યો છે. જેથી અંબાતિ રાયડુ નંબર 4 ઉપર બેટિંગ કરતો જોવા મળશે. મેચમાં ભારત તરફથી બે ફાસ્ટ બોલર રમે તેવી આશા છે. ઉમેશ યાદવનું સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. બીજા ફાસ્ટ બોલર તરીકે ખલીલ અહમદ અને મોહમ્મદ શમી વચ્ચે સ્પર્ધા છે. ભારત મેચમાં રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ એમ ત્રણ સ્પિનર સાથે ઉતરશે.

  IND vs WI: સચિનનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી

  ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જેથી ઉમેશ યાદવ બોલિંગ આક્રમણની આગેવાની કરશે.

  પ્રથમ વન-ડે માટે ભારતની 12 સભ્યોની ટીમ - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડુ, રિષભ પંત, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ચહલ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ.
  Published by:Ashish Goyal
  First published: