Home /News /sport /

જાડેજાએ ફટકારી સદી, આ ક્રિકેટરે કેમ કહ્યું રાજપૂતનું રાજકોટમાં રાજ

જાડેજાએ ફટકારી સદી, આ ક્રિકેટરે કેમ કહ્યું રાજપૂતનું રાજકોટમાં રાજ

ટેસ્ટમાં આ મેચ પહેલા 84 ઇનિંગ્સમાં તેના બેટિંગ થકી 2195 રન બનાવી ચુક્યો હતો. જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન બનાવનાર ભારતનો 26મો ખેલાડી છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના નામે સૌથી વધુ 34357 રન છે.

જાડેજાની સદી સાથે જ ભારતે 9 વિકેટે 649 રને દાવ ડિકલેર કરી દીધો

    વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમાં ડેબ્યુ ખેલાડી પૃથ્વી શો અને સુકાની વિરાટ કોહલી પછી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ સદી ફટકારી હતી. આ જાડેજાની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ સદી છે. જાડેજાની સદી સાથે જ ભારતે 9 વિકેટે 649 રને દાવ ડિકલેર કરી દીધો હતો.

    રવિન્દ્ર જાડેજાએ 132 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ પહેલા તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 90 રન હતો. જાડેજાએ અડધી સદી અને સદી ફટકાર્યા બાદ તલવારબાજી પણ કરી હતી. રાજપૂતની જેમ જાડેજાએ તલવાર ફેરવી ફેન્સનું મનોરંજન કર્યુ હતું. તલવારબાજી જોઈ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડાએ ટ્વિટ કહ્યું હતું કે રાજપૂતનું રાજકોટમાં રાજ, શું તલવારબાજી.



    જાડેજાએ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ભલે પ્રથમ સદી ફટકારી હોય પણ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારી ચૂક્યો છે. જાડેજાએ 2012માં આ જ મેદાન ઉપર ત્રેવડી સદી ફટકારી હતી. જાડેજા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન છે.

    ટેલેન્ટનું બીજુ નામ પૃથ્વી શો, સચિને 10 વર્ષ પહેલા જ કરી દીધી હતી ભવિષ્યવાણી
    Published by:Ashish Goyal
    First published:

    Tags: India vs West indies, રવિન્દ્ર જાડેજા

    આગામી સમાચાર