વિરાટ કોહલી (72) અને મહેન્દ્રસિંહ ધોનીની અડધી સદી (56*) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 125 રને વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 34.2 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વર્લ્ડ કપમાં ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી મોટી જીત છે.
મુશ્કેલ પિચ પર 72 રન બનાવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ જીત સાથે ભારતે 11 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી લીધું છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. ભારત હવે 30 જૂને ઇંગ્લેન્ડ સામે ટકરાશે.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી સુનીલ અમ્બ્રિસે સૌથી વધારે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ, બુમરાહ-ચહલે 2-2 વિકેટ અને હાર્દિક પંડ્યા-કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ભારત તરફથી વિરાટે 72 રન બનાવ્યા હતા.ધોની 61 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 56 રને અણનમ રહ્યો હતો. ધોની અને હાર્દિક પંડ્યાએ 70 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 46 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોચે સૌથી વધારે 3 વિકેટ, જ્યારે કોટ્રેલ અને હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.