ત્રીજી ટી-20માં ભારતનો 67 રને વિજય, ટીમ ઇન્ડિયાએ 2-1થી શ્રેણી જીતી

News18 Gujarati
Updated: December 11, 2019, 11:06 PM IST
ત્રીજી ટી-20માં ભારતનો 67 રને વિજય, ટીમ ઇન્ડિયાએ 2-1થી શ્રેણી જીતી
લોકેશ રાહુલ (91), રોહિત શર્મા (71) અને વિરાટ કોહલી (70)ની અડધી સદી

લોકેશ રાહુલ (91), રોહિત શર્મા (71) અને વિરાટ કોહલી (70)ની અડધી સદી

  • Share this:
મુંબઈ : લોકેશ રાહુલ (91), રોહિત શર્મા (71) અને વિરાટ કોહલી (70 અણનમ)ની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ ટી-20માં 67 રને વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 240 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 15 ડિસેમ્બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે. લોકેશ રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

241 રનના પડકાર સામે વેસ્ટ ઇન્ડીઝ તરફથી હેટમાયર (41) અને કિરોન પોલાર્ડ (68) સિવાય કોઇ બેટ્સમેન ટકી શક્યા ન હતા. ભારત તરફથી દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો - રોહિત શર્માએ ઇતિહાસ રચ્યો, 400 સિક્સર ફટકારી આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

રોહિત શર્મા (71) અને લોકેશ રાહુલે (91) પ્રથમ વિકેટ માટે 11.4 ઓવરમાં 135 રન બનાવી શાનદાર શરુઆત અપાવી હતી. રોહિત 34 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 71 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા ક્રમે આવેલો પંત ફરી ફ્લોપ થતા શૂન્ય રને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને લોકેશ રાહુલે બાજી સંભાળી હતી. બંનેએ 95 રનની ભાગીદારી નોંધાવી હતી. લોકેશ રાહુલ 56 બોલમાં 9 ફોર અને 4 સિક્સર સાથે 91 રન બનાવી આઉટ થયો હતો. વિરાટે કોહલીએ આક્રમક બેટિંગ કરતા 29 બોલમાં 4 ફોર અને 7 સિક્સર સાથે અણનમ 70 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી કોટ્રેલ, વિલિયમ્સ અને પોલાર્ડે 1-1 વિકેટ ઝડપી હતી.
First published: December 11, 2019, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading