બીજી ટી-20 : વેસ્ટ ઇન્ડીઝનો 8 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

News18 Gujarati
Updated: December 8, 2019, 10:51 PM IST
બીજી ટી-20 : વેસ્ટ ઇન્ડીઝનો 8 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર
સિમોન્સના 45 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 67 રન, શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 11 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે

સિમોન્સના 45 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 67 રન, શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 11 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે

  • Share this:
તિરુવનંતપુરમ: લેન્ડલ સિમોન્સ (67*)ની અણનમ અડધી સદી અને એવિન લેવિસના 40 રનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે બીજી ટી-20 મેચમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 173 રન બનાવી લીધા હતા. આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરોબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 11 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે.

સિમોન્સ અને લેવિસે (40) 9.5 ઓવરમાં 73 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત કરાવી હતી. લેવિસ 40 રને આઉટ થયો હતો. હેટમાયરે આક્રમક બેટિંગ કરતા 14 બોલમાં 3 સિક્સર સાથે 23 રન બનાવ્યા હતા. આ પછી સિમોન્સ અને પૂરને 4.5 ઓવરમાં 61 રનની અતૂટ ભાગીદારી કરી જીત અપાવી હતી. સિમોન્સ 45 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 67 રને અણનમ રહ્યો હતો. જ્યારે પૂરન 18 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 38 રને અણનમ રહ્યો હતો.

આ પણ વાંચો - આ ક્રિકેટર પોતાની પત્નીને સૌથી મોટી તાકાત માને છે

આ પહેલા લોકેશ રાહુલ 11 અને રોહિત શર્મા 15 રને આઉટ થતા ભારતે 24 રનમાં બંને ઓપનરો ગુમાવી દીધા હતા. ત્રીજા ક્રમે રમવા આવેલા શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરી હતી. શિવમે 27 બોલમાં 2 ફોર અને 4 સિક્સર ફટકારી અડધી સદી પુરી કરી હતી. અડધી સદી ફટકારી તે વધારે ટકી શક્યો ન હતો અને 54 રને વોલ્સનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી 17 બોલમાં 19 રન બનાવી વિલિયમ્સનો શિકાર બન્યો હતો. શ્રેયસ ઐયર (10), રવીન્દ્ર જાડેજા (9) અને વોશિંગ્ટન સુંદર (00) જલ્દી આઉટ થયા હતા. પંતે એક છેડો સાચવી રાખી 22 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 33 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી વિલિયમ્સ અને વોલ્સે 2-2 વિકેટ ઝડપી હતી. હોલ્ડર, કોટ્રેલ અને પિઇરેને 1-1 વિકેટ મળી હતી.

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં દિનેશ રામદીનના સ્થાને નિકોલસ પૂરનનો સમાવેશ કરાયો છે.બંને ટીમો આ પ્રમાણે છે

ભારત - રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ.

વેસ્ટ ઇન્ડીઝ - લેન્ડલ સિમોન્સ, એવિન લેવિસ, બ્રેન્ડન કિંગ, શિમરોન હેટમાયર, નિકોલ્સ પૂરન, કિરોન પોલાર્ડ (કેપ્ટન) જેસન હોલ્ડર, ખારેય પિઇરે, કેસરિક વિલિયમ્સ, શેલ્ડોન કોટ્રેલ, હેડન વોલ્સ જુનિયર
First published: December 8, 2019
વધુ વાંચો
अगली ख़बर