Ind vs WI : વિરાટના આક્રમક 94*, ભારતનો 6 વિકેટે વિજય

News18 Gujarati
Updated: December 6, 2019, 10:42 PM IST
Ind vs WI : વિરાટના આક્રમક 94*, ભારતનો 6 વિકેટે વિજય
પ્રથમ ટી-20 : ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, કોહલીના 50 બોલમાં 94*, લોકેશ રાહુલના 62 રન

પ્રથમ ટી-20 : ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, કોહલીના 50 બોલમાં 94*, લોકેશ રાહુલના 62 રન

  • Share this:
હૈદરાબાદ : વિરાટ કોહલી (94*) અને લોકેશ રાહુલ (62)ની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20માં 6 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 5 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ 8 ડિસેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે.

રોહિત શર્મા 8 રન બનાવી આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. ભારતે 30 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. લોકેશ રાહુલ અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. રાહુલે 37 બોલમાં અને વિરાટે 35 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. અડધી સદી ફટકાર્યા પછી રાહુલ આઉટ થયો હતો. રાહુલે 40 બોલમાં 45 ફોર અને 4 સિક્સર સાથે 62 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ અને વિરાટે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાવી હતી. પંત સારી શરુઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત ન કરી શકતા 9 બોલમાં 2 સિક્સર સાથે 18 રન બનાવી આઉટ થયો હતો. વિરાટે 50 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 94 રન બનાવી ટીમની જીત અપાવી હતી.

આ પણ વાંચો - ગીત ગાવાનો પ્રયત્ન કરતા મહેન્દ્રસિંહ ધોનીનો આ Video થઈ રહ્યો છે Viral

આ પહેલા ભારતે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. સિમોન્સ 2 રને આઉટ થતા વેસ્ટ ઇન્ડીઝે 13 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. લેવિસ (40) અને કિંગે (31) 51 રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેના આઉટ થયા પછી હેટમાયર અને પાલાર્ડે આક્રમક બેટિંગ કરી હતી. હેટમાયરે 41 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 56 રન બનાવ્યા હતા. જ્યારે પોલાર્ડે 19 બોલમાં 1 ફોર અને 4 સિક્સર સાથે 37 રન બનાવ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાવી હતી. હોલ્ડરે 9 બોલમાં અણનમ 24 રન બનાવી ટીમનો સ્કોર 207 સુધી પહોંચાડ્યો હતો.

ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે 2 વિકેટ, જ્યારે જાડેજા, દીપક ચાહર અને સુંદરે 1-1 વિકેટ ઝડપી હતી.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर