liveLIVE NOW

Ind vs WI : રોહિત શર્મા, વિરાટ કોહલીની સદી, ભારતનો 8 વિકેટે વિજય

હેટમેરના 78 બોલમાં 106 રન, વેસ્ટ ઇન્ડીઝ - 322/8, ભારત - 326/2 (42.1), રોહિત શર્માના અણનમ 152, વિરાટ કોહલીના 140 રન

  • News18 Gujarati
  • | October 21, 2018, 20:56 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 5 YEARS AGO
    20:58 (IST)

    વન-ડેમાં સૌથી વધારે 150 રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે

    20:48 (IST)
    20:48 (IST)
    ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી. બીજી વન-ડે 24 ઓક્ટોબરે રમાશે

    20:47 (IST)
    ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય. ભારતે 42.1 ઓવરમાં 2 વિકેટે ગુમાવી 326 રન બનાવ્યા. રોહિત શર્મા 152 અને અંબાતી રાયડુ 22 રને અણનમ રહ્યા

    20:5 (IST)
    20:1 (IST)
    ભારતના 33 ઓવરમાં 2 વિકેટે 256 રન, વિરાટ કોહલી 107 બોલમાં 140 રન બનાવી આઉટ, 21 ફોર, 2 સિક્સર ફટકારી

    19:59 (IST)
    રોહિત શર્માએ 84 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે સદી ફટકારી

    19:52 (IST)
    19:40 (IST)
    વિરાટ કોહલી (140) અને રોહિત શર્મા (152) અણનમ સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 322 રન બનાવી લીધા છે. જવાબમાં ભારતે 42.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 326 રન બનાવી લીધા હતા.

    આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શ્રેણીની બીજી વન-ડે 24 ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે. શિખર ધવન 4 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી અને રોહિત શર્માએ બીજી વિકેટ માટે 246 રનની ભાગીદારી નોંધાવી જીતનો પાયો નાખ્યો હતો. રોહિત શર્મા 117 બોલમાં 15 ફોર અને 8 સિક્સર સાથે 152 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ 22 રને અણનમ રહ્યો હતો.

    શિમરોન હેટમેરની સદી (106) અને કિરોન પોવેલની અડધી સદી (51)ની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે પ્રથમ વન-ડેમાં 50 ઓવરમાં 8 વિકેટે 322 રન બનાવ્યા છે. આમ ભારતને જીતવા માટે 323 રનનો પડકાર આપ્યો છે.

    હેટમેરે 78 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 106 રન બનાવ્યા હતા. જ્યારે પોવેલે 39 બોલમાં 51 રન બનાવ્યા હતા. હોલ્ડરે 38 અને શાઈ હોપે 32 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચહલે 3 વિકેટ, જાડેજા-શમીએ 2-2 વિકેટ, જ્યારે અહમદને 1 વિકેટ મળી હતી.

    ભારતે ટો જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની વન-ડે ટીમમા રિષભ પંત ડેબ્યૂ કરી રહ્યો છે. ટીમમાં મનીષ પાંડે અને કુલદીપ યાદવનો સમાવેશ કરાયો નથી.