પ્રથમ વન-ડે : હેટમાયર, હોપની સદી, વેસ્ટ ઇન્ડીઝનો 8 વિકેટે વિજય

News18 Gujarati
Updated: December 15, 2019, 10:01 PM IST
પ્રથમ વન-ડે : હેટમાયર, હોપની સદી, વેસ્ટ ઇન્ડીઝનો 8 વિકેટે વિજય
હોપ અને હેટમાયરે બીજી વિકેટ માટે 218 રનની ભાગીદારી કરી

વેસ્ટ ઇન્ડીઝે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, ભારત - 287/8, વેસ્ટ ઇન્ડીઝ - 291/2 (47.5 ઓવર)

  • Share this:
ચેન્નઈ : શિમરોન હેટમાયર (139) અને શાઇ હોપની (102 અણનમ) સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની પ્રથમ વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 287 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વેસ્ટ ઇન્ડીઝે 47.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 291 રન બનાવી લીધા હતા. આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની બીજી વન-ડે 18 ડિસેમ્બરના રોજ રમાશે.

વિન્ડીઝ તરફ હેટમાયરે 106 બોલમાં 11 ફોર અને 7 સિક્સર સાથે 139 રન બનાવ્યા હતા. જ્યારે શાઇ હોપે 151 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 102 રન બનાવ્યા હતા. હોપ અને હેટમાયરે બીજી વિકેટ માટે 218 રનની ભાગીદારી કરી જીતનો પાયો નાખ્યો હતો.

 

ભારત ઇનિંગ્સ

- ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 287 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 288 રનનો પડકાર આપ્યો

- પંત 69 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 71 રન બનાવી આઉટ- કેદાર જાધવે 35 બોલમાં 40 રન બનાવ્યા હતા.

- શ્રેયસ ઐયર 88 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 70 રન બનાવી આઉટ થયો. પંત અને ઐયરે 114 રનની ભાગીદારી નોંધાવી

- ભારતનો સ્કોર 21 રને હતો ત્યારે કેએલ રાહુલ કૉટરેલનો શિકાર બન્યો. રાહુલ માત્ર 6 રન કરી શક્યો.

- ભારત પહેલી વિકેટના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ કૉટરેલે વિન્ડીઝને બીજી સફળતા અપાવતાં કોહલીને બોલ્ડ કરી દીધો. વિરાટ કોહલી માત્ર 4 રન જ બનાવી શકયો.

- રોહિત શર્મા 36 રને  જોસેફનો શિકાર બન્યો હતો.
- વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ભારતની પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઇંગ ઇલેવન

કાયરન પોલાર્ડ (કેપ્ટન), સુનીલ અંબરીશ, શે હોપ, ખૈરી પિયરે, રોસ્ટન ચેસ, અલ્જારી જોસેફ, શેલ્ડન કૉટરેલ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, શિમરૉન હેટમાયર, એવિન લુઇસ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, કીમો પાલ અને હેડન વૉલ્શ જૂનિયર
First published: December 15, 2019, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading