ભારતીય ટીમની નજર હવે વન-ડે શ્રેણી તરફ, આવો છે કાર્યક્રમ

News18 Gujarati
Updated: August 7, 2019, 4:23 PM IST
ભારતીય ટીમની નજર હવે વન-ડે શ્રેણી તરફ, આવો છે કાર્યક્રમ
ભારતીય ટીમની નજર હવે વન-ડે શ્રેણી તરફ, આવો છે કાર્યક્રમ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 8 ઓગસ્ટથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની શાનદાર શરુઆત કરી છે. ત્રણ ટી-20માં ભારતે વેસ્ટ ઇન્ડીઝનો વ્હાઇટવોશ કર્યો છે. અંતિમ ટી-20માં ભારતે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 146 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 3 વિકેટે 150 રન બનાવી લીધા હતા. રિષભ પંતે 42 બોલમાં અણનમ 65 અને વિરાટ કોહલીએ 59 રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ દીપક ચાહરે 4 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ટી-20માં વ્હાઇટવોશ પછી ભારતની નજર હવે વન-ડે શ્રેણી પર છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 8 ઓગસ્ટથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.

વન-ડે મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે
ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ જોવા માંગતા ક્રિકેટ પ્રેમીઓએ ઉજાગરા કરવાની સ્થિતિ આવશે. વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકેથી શરુ થઈ રહી છે. જેથી મેચ પુરી થતા-થતા સવારના બે કે ત્રણ વાગી જશે. ટેસ્ટમાં પણ આવી જ સ્થિતિ રહેશે. ટેસ્ટ મેચ પણ સાંજે 7 કલાકેથી શરુ થઈ રહી છે. જેથી આખી મેચ જોવા માંગતા પ્રશંસકોએ રાત્રે ઉજાગરા કરવા પડશે.

આ પણ વાંચો - પાકિસ્તાન બોર્ડનો નિર્ણય, હવે ટીમના કોચ નહીં રહે મિકી આર્થર

ભારતીય ટીમની નજર હવે વન-ડે શ્રેણી તરફ, આવો છે કાર્યક્રમ


ભારત- વેસ્ટ ઇન્ડીઝનો કાર્યક્રમ8 ઓગસ્ટ- પ્રથમ વન-ડે - સાંજે 7.00 કલાકે
11 ઓગસ્ટ - બીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
14 ઓગસ્ટ - ત્રીજી વન-ડે - સાંજે 7.00 કલાકે
22 થી 26 ઓગસ્ટ- પ્રથમ ટેસ્ટ - સાંજે 7.00 કલાકે
30 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર - બીજી ટેસ્ટ - સાંજે 7.00 કલાકે
First published: August 7, 2019, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading