રાજકોટ ટેસ્ટ : ભારતનો ટેસ્ટમાં સૌથી મોટો વિજય, વિન્ડીઝને ઇનિંગ્સ અને 272 રને હરાવ્યું

News18 Gujarati
Updated: October 6, 2018, 4:11 PM IST
રાજકોટ ટેસ્ટ : ભારતનો ટેસ્ટમાં સૌથી મોટો વિજય, વિન્ડીઝને ઇનિંગ્સ અને 272 રને હરાવ્યું
ભારત 649/9 ડિકલેર, વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવ 181, વેસ્ટ ઇન્ડીઝ બીજો દાવ 196, ત્રીજા દિવસે વિન્ડીઝે 14 વિકેટ ગુમાવી

ભારત 649/9 ડિકલેર, વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવ 181, વેસ્ટ ઇન્ડીઝ બીજો દાવ 196, ત્રીજા દિવસે વિન્ડીઝે 14 વિકેટ ગુમાવી

  • Share this:
કુલદીપ યાદવ (5 વિકેટ) અને રવિન્દ્ર જાડેજા (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે રાજકોટમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ વેસ્ટ ઇન્ડીઝ સામે ઇનિંગ્સ અને 272 રનથી વિજય મેળવ્યો હતો. ભારતના 9 વિકેટે 649 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 48 ઓવરમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી ફોલોઓન બાદ વેસ્ટ ઇન્ડીઝ બીજા દાવમાં 50.5 ઓવરમાં 196 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતનો ઇનિંગ્સ અને રનના મામલે સૌથી મોટો વિજય છે.આ પહેલા આ વર્ષે જૂનમાં ભારતે અફઘાનિસ્તાન સામે ઇનિંગ્સ અને 262 ને વિજય મેળવ્યો હતો.

આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી અને અંતિમ ટેસ્ટ 12 ઓક્ટોબરથી હૈદરાબાદમાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝે ત્રીજા દિવસે 14 વિકેટ ગુમાવી હતી.

બીજા દાવમાં વેસ્ટ ઇન્ડીઝ તરફથી પોવેલે સૌથી વધારે 83 રન બનાવ્યા હતા. ચેસે 20 રન બનાવ્યા હતા. ભારત તરફથી બીજા દાવમાં કુલદીપ યાદવે 57 રનમાં 5 વિકેટ ઝડપી હતી. જાડેજાએ 3 વિકેટ જ્યારે અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.
First published: October 6, 2018, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading