India Vs West Indies : પ્રથમ વન ડે આજે, આ બેટ્સમેનને ચોથા નંબરે રમવાનો મોકો મળી શકે

ગયાનામાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે મેચ આજે રમવામાં આવશે, આ મેચમાં વિરાટ કોહલી કઈ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરે છે તેના પર બધાની નજર રહેશે.

News18 Gujarati
Updated: August 8, 2019, 8:23 AM IST
India Vs West Indies : પ્રથમ વન ડે આજે, આ બેટ્સમેનને ચોથા નંબરે રમવાનો મોકો મળી શકે
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: August 8, 2019, 8:23 AM IST
વેસ્ટ ઇન્ડિઝને ટી 20 સીરિઝમાં 3-0થી હરાવ્યા બાદ હવે ભારતીય ટીમનું લક્ષ્ય આગામી વન ડે શ્રેણીને જીતવાનું રહેશે. જેની શરૂઆત ગુરુવારથી થઈ રહી છે. ત્રણ મેચની સીરિઝની પ્રથમ મેચ ગયાનામાં રમવામાં આવશે. ભારતીય સમય પ્રમાણે સાંજે સાત વાગ્યે મેચ શરૂ થશે. જ્યારે ટોસ 30 મિનિટ પહેલા એટલે કે 6.30 વાગ્યે થશે. હવે એ જોવાનું રહ્યું કે વિરાટ કોહલી કઈ પ્લેઇંગ ઇલેવન સાથે વન ડેમાં ઉતરે છે.

ટીમ ઇન્ડિયાની વન ડે ટીમ

વન ડે ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રેયસ અય્યર, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, લોકેશ કુમાર, મનીષ પાંડે, ખલીલ અહમદ અને નવદીપ સૈની છે. હવે સવાલ એ છે કે પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન મળે છે.

ટીમમાં કોણ હશે?

હવે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન શું હોઈ શકે છે તેના વિશે વાત કરીએ. ઓપનિંગમાં રોહિત શર્મા નક્કી છે. તેની સાથે શીખર ધવન હોઈ શકે છે. ટી 20માં ધવને ભલે સારું પ્રદર્શન નથી કર્યું પરંતુ વન ડેમાં તેનું ફોર્મ ખૂબ સારું રહે છે.


Loading...

ત્રીજા નંબર પર કેપ્ટન વિરાટ કોહલી રમશે, જ્યારે સવાલ એ છે કે ચોથા નંબર પર કોણ આવશે? નંબર ચાર માટે કેએલ રાહુલ, મનીષ પાંડે અને શ્રેયસ અય્યર અને ઋષભ પંત દાવેદાર છે. વર્લ્ડ કપ અને ટી 20 સીરિઝમાં ઋષભ પંતે નંબર ચાર પર બેટિંગ કરી હતી તો શક્ય છે કે વન ડે સીરિઝમાં પણ તેને ચાર નંબર પર રમાડવામાં આવે. નંબર પાંચ પર મનીષ પાંડેને મોકો મળી શકે છે, જ્યારે છ નંબર પર કેદાર જાધવ અથવા શ્રેયસ અય્યરમાંથી કોઈ એક જોવા મળી શકે છે.



નંબર સાત પર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બેટિંગ કરી શકે છે. બોલરોની વાત કરવામાં આવે તો ભુવનેશ્વાર કુમારને આરામ આપવામાં આવી શકે છે. નવદીપ સૈનીને વન ડેમાં ડેબ્યૂ કરવાનો મોકો આપવામાં આવી શકે છે. જ્યારે યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સ્પીનર તરીકે ટીમમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત મોહમ્મદ શમીને પણ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.

સંભવિત ટીમ :

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, મનીષ પાંડે, કેદાર જાધવ/શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને મોહમ્મદ શમી
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...