પેવેલિયનમાં જે બુક વાંચી રહ્યો હતો વિરાટ, ભારતમાં નથી બચી એકપણ કૉપી

News18 Gujarati
Updated: August 29, 2019, 5:18 PM IST
પેવેલિયનમાં જે બુક વાંચી રહ્યો હતો વિરાટ, ભારતમાં નથી બચી એકપણ કૉપી
પેવેલિયનમાં જે બુક વાંચી રહ્યો હતો વિરાટ, ભારતમાં નથી બચી એકપણ કોપી

કોહલીને આ બુક વાંચતો જોઈને પ્રશંસકો આશ્ચર્યચકિત થયા હતા

  • Share this:
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની એક તસવીર ઘણી વાયરલ થઈ હતી. જેમાં તે પેવેલિયનમાં બેસીને ‘Detox Your Ego’નામની બુક વાંચી રહ્યો હતો. જ્યારે ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગ્સમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે કોહલીનું બધુ ધ્યાન પુસ્તકમાં હતું. ભારતીય કેપ્ટન પોતાના બોલ્ડ વ્યક્તિત્વ માટે ઓળખાય છે. આથી જ્યારે તે આ બુક વાંચી રહ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે કદાચ તે પોતાના વ્યક્તિત્વમાં કેટલાક ફેરફાર ઇચ્છે છે.

જોતજોતમાં આ બુક સાથેની વિરાટ કોહલીની તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી, જે બુકના પબ્લિશર માટે સારી વાત હતી. આ બુકના ટ્વિટર હેન્ડલે સોશિયલ મીડિયા ઉપર ખુલાસો કર્યો છે કે ભારતમાં આ બુકની બધી કૉપી વેચાઇ ગઈ છે અને બ્રિટનમાં પણ આ બુકની માંગણી વધારે છે. DETOX YOUR EGO નામના ટ્વિટર હેન્ડલથી કરેલા ટ્વિટમાં જાણકારી આપવામાં આવી છે કે ભારતમાં આ બુક વેચાઈ ગઈ છે. આશા છે કે જલ્દી નવી બુક આવશે અને રીડર્સ કેપ્ટન કોહલીની જેમ બુકની મજા લઈ શકશે.કોહલીને આ બુક વાંચતો જોઈને પ્રશંસકો આશ્ચર્યચકિત થયા હતા. સોશિયલ મીડિયા ઉપર પ્રશંસકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે કેપ્ટનને આ બુક વાંચવાની સલાહ કોણે આપી. કોઈએ એમ પણ કહ્યું હતું કે આ બુક તેને રોહિત શર્માએ આપી છે.

પ્રથમ ટેસ્ટમાં ભારતનો વેસ્ટ ઇન્ડીઝ સામે 318 રને વિજય થયો હતો. બંને વચ્ચે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી જમૈકામાં રમાશે.
First published: August 29, 2019, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading