મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિરાટ કોહલીને મળવા પહોંચી ગયો પ્રશંસક

સુરક્ષા ઘેરો તોડીને વિરાટ કોહલીની નજીક જવું અને તેની સાથે સેલ્ફી લેવી ક્રિકેટપ્રેમીઓમાં નવું ઝનૂન જોવા મળી રહ્યું છે

News18 Gujarati
Updated: October 12, 2018, 3:55 PM IST
મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિરાટ કોહલીને મળવા પહોંચી ગયો પ્રશંસક
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હૈદરાબાદમાં રમાય રહેલી ટેસ્ટ મેચમાં એક દર્શક સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં આવી ગયો હતો
News18 Gujarati
Updated: October 12, 2018, 3:55 PM IST
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હૈદરાબાદમાં રમાય રહેલી ટેસ્ટ મેચમાં એક દર્શક સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં આવી ગયો હતો. તે મેદાનમાં ઘુસીને સીધો વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો અને ભેટી પડ્યો હતો. આ પછી પ્રશંસકે વિરાટ કોહલી સાથે સેલ્ફી લીધી હતી. આ બધુ જોઈને વિરાટ પાસે ઉભેલો અશ્વિન આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

સવારના સત્રમાં એક કલાકની રમત થયા પછી એક દર્શક બેરિકેડ ઓળંગીને કોહલી તરફ દોડ લગાવી હતી અને તેને ભેટી પડ્યો હતો. આ પછી તેણે સુકાની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો. કોહલી આ વ્યક્તિથી બચવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો. આ પછી સુરક્ષાકર્મીઓ પ્રશંસકને બહાર લઈ ગયા હતા.

સુરક્ષા ઘેરો તોડીને વિરાટ કોહલીની નજીક જવું અને તેની સાથે સેલ્ફી લેવી ક્રિકેટપ્રેમીઓમાં નવું ઝનૂન જોવા મળી રહ્યું છે.રાજકોટમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન પણ આવી ઘટના બની હતી જ્યારે બે દર્શકો મેદાનની અંદર ઘુસી ગયા હતા અને કોહલી સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો.

મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિરાટ કોહલીને મળવા પહોંચી ગયો પ્રશંસક


રાજકોટ ટેસ્ટમાં વિરાટ કોહલીના ક્રિઝ પર પહોંચતા જ બે અજાણ્યા વ્યક્તિ મેદાનની અંદર ઘુસી ગયા હતા. બંને યુવકોએ વિરાટને ઘેરી લીધો હતો અને સેલ્ફી ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા હતા.

 
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...