Home /News /sport /

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમનું થયું ભવ્ય સ્વાગત, વિરાટે લખી ખાસ ચિઠ્ઠી

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમનું થયું ભવ્ય સ્વાગત, વિરાટે લખી ખાસ ચિઠ્ઠી

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમનું થયું ભવ્ય સ્વાગત

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વન-ડે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ ગુરુવારે તિરુવનંતપુરમમાં રમાશે

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વન-ડે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ ગુરુવારે તિરુવનંતપુરમમાં રમાશે. બંને ટીમો કેરળના સુંદર શહેરમાં આવી ચુકી છે. તિરુવનંતપુરમ એરપોર્ટ પર બંને ટીમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેરળના પારંપરિક અંદાજમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોનું વેલકમ કરવામાં આવ્યું હતું. ખેલાડીઓેને એરપોર્ટ પર ઉતરતા જ નારિયેળ પાણી આપવામાં આવ્યું હતું.

    બીસીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ભવ્ય સ્વાગતની તસવીર પોસ્ટ કરી છે તો બીજી તરફ ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે તેનો વીડિયો પોતાના ટ્વિટર પર મુક્યો છે. તિરુવનંતપુરમમાં થયેલા ભવ્ય સ્વાગતે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને પોતાના દેશની યાદ અપાવી દીધી હતી.





    ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમો તિરુવનંતપુરમમાં લીલા રાવિજ હોટલમાં રોકાઈ છે. જ્યાં પહોંચીને વિરાટ કોહલીએ ખાસ ચિઠ્ઠી લખી હતી. જેમાં વિરાટે કેરળ પ્રતિ પોતાનો પ્રેમ અને ત્યાંની સુંદરતાનો ઉલ્લેખ કર્યો હતો. કોહલીએ લખેલ ચિઠ્ઠીમાં કેરળને એકદમ સુરક્ષિત પણ પણ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા કેરળમાં ભયંકર વરસાદના કારણે તબાહી આવી હતી. જેના કારણે તેના પર્યટનને ઘણી અસર પહોંચી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 5th odi, India vs West indies, Thiruvananthapuram odi, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन