Home /News /sport /

ત્રીજી ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય, વિન્ડીઝનો 3-0થી વ્હાઇટવોશ

ત્રીજી ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય, વિન્ડીઝનો 3-0થી વ્હાઇટવોશ

ધવનના 62 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 92 રન, પંતના 38 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 58 રન

ધવનના 62 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 92 રન, પંતના 38 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 58 રન

    શિખર ધવન (92) અને રિષભ પંત (58)ની અડધી સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ ટી-20માં 6 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે.

    રોહિત શર્મા 4 અને રાહુલ 17 રને આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. અહીંથી ધવન અને પંતે ત્રીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી નોંધાવી ભારતને જીત અપાવી હતી. ધવને 62 બોલમાં 10 ફોર અને 2 સિક્સર સાથે 92 રન બનાવ્યા હતા. પંતે 38 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 58 રન બનાવ્યા હતા.

    શાઇ હોપ (24) અને હેટમાયરે (26) પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરુઆત કરી હતી. બંને ચહલનો શિકાર બન્યા હતા. રામદીન 15 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો. બ્રાવો અને પુરને ચોથી વિકેટ માટે અણનમ 87 રનની ભાગીદારી નોંધાવી હતી. બ્રાવોએ 37 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 43 રન બનાવ્યા હતા. પુરને 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 53 રન બનાવ્યા હતા.

    ભારત તરફથી ચહલે 2 વિકેટ, જ્યારે સુંદરે 1 વિકેટ ઝડપી હતી.

    વિન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ટીમમાં વોશિંગ્ટન સુંદર, ચહલનો સમાવેશ કરાયો છે.

    ભારતીય ટીમ - રોહિત શર્મા(સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, ખલીલ અહમદ, ભુવનેશ્વર કુમાર.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 3rd T20I, Cricket Score, India vs West Indies Live Cricket Score, Live Cricket Score, Live Cricket Score India vs West Indies 3rd T20I, West Indies Live India vs West Indies 3rd T20I, ક્રિકેટ ન્યૂઝ, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन