Home /News /sport /

ચેન્નાઈમાં વિન્ડીઝનો વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા

ચેન્નાઈમાં વિન્ડીઝનો વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા

ચેન્નાઈમાં વિન્ડીઝનો વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા

પસંદગીકારોએ રવિવારે રમાનાર મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો

    ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે રવિવારે ચેન્નાઈમાં રમાનાર ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં વ્હાઇટવોશના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ પોતાની બેન્ચ સ્ટ્રેન્થને પણ અપનાવશે. જોકે ચેન્નાઈના ક્રિકેટ પ્રશંસકોને પોતાના ફેવરિટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની ખોટ પડશે. જે ટી-20માં ટીમનો સભ્ય નથી. રોહિત શર્માની સદીની મદદથી ભારતે લખનઉમાં જ 2-0થી અજેય લીડ મેળવી લીધા પછી ટીમ શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ નદીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતા પહેલા તક આપવા માંગશે. ત્રીજી ટી-20 રાત્રે 7.00 કલાકેથી રમાશે.

    પસંદગીકારોએ રવિવારે રમાનાર મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. જેથીતે ઓસ્ટ્રેલિયયા પ્રવાસ પહેલા પોતાની સર્વશ્રેષ્ઠ ફિટનેસ મેળવી શકે. ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલનો ટીમમાં સમાવેશ કરાયો છે. ચેપોકની પિચ ધીમી છે પણ મેચમાં બેટ્સમેનોને મદદ મળે તેવી આશા છે.

    વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોને પરેશાન કરનાર બુમરાહ અને કુલદીપને આરામ આપવાના નિર્ણય પછી જલ્દી વિકેટ ઝડપવાની જવાબદારી ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદની જોડી પર રહેશે. કુલદીપની ગેરહાજરીમાં ચહલને ટીમમાં સ્થાન મળી શકે છે.

    વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં કિરોન પોલાર્ડ, ડેરેન બ્રાવો અને દિનેશ રામદીન જેવા અનુભવી ખેલાડી નિષ્ફળ રહ્યા છે. હેટમાયર પણ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. બોલરોમાં થોમસે પોતાની ઝડપ અને વિકેટ ઝડપવાની ક્ષમતાને કારણે પ્રભાવિત કર્યા છે. જોકે અન્ય બોલરોથી સહયોગ મળ્યો નથી.

    ભારતીય ટીમ - રોહિત શર્મા(સુકાની), શિખર ધવન, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ,ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: India vs West indies, West indies, ચેન્નાઇ, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन