liveLIVE NOW

Ind vs WI : કોહલીની સદી એળે, ત્રીજી વન-ડેમાં ભારતનો 43 રને પરાજય

વેસ્ટ ઇન્ડીઝ - 283/9, ભારત - 240 રનમાં ઓલઆઉટ, વિરાટ કોહલી - 107, સતત ત્રણ વન-ડેમાં સદી ફટકારનાર કોહલી પ્રથમ ભારતીય, શ્રેણી 1-1થી બરાબર

  • News18 Gujarati
  • | October 27, 2018, 21:30 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO

    હાઇલાઇટ્સ

    21:26 (IST)
    21:25 (IST)
    આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે પાંચ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ચોથી વન-ડે 29 ઓક્ટોબરના રોજ રમાશે

    21:22 (IST)
    ભારત 47.4 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ. ભારતનો 43 રને પરાજય

    21:14 (IST)
    ખલીલ અહમદ 3 રને આઉટ. ભારતે 237 રને ગુમાવી  નવમી વિકેટ

    21:1 (IST)
    ચહલ 3 રને રોચના શિકાર બન્યો. ભારતે 225 રને ગુમાવી આઠમી વિકેટ

    20:56 (IST)
    ભારતના 42 ઓવરમાં 7 વિકેટે 222 રન. કુલદીપ અને ચહલ રમતમાં. ભારતને જીતવા માટે 47 બોલમાં 62 રનની જરુર

    20:53 (IST)
    વિરાટ કોહલી 107 રન બનાવી સેમ્યુઅલ્સની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 220 રને સાતમી વિકેટ ગુમાવી

    20:50 (IST)
    20:49 (IST)
    ભુવનેશ્વર કુમાર 10 રન બનાવી આઉટ. ભારતે 215 રને છઠ્ઠી વિકેટ ગુમાવી 

    20:30 (IST)
    વિરાટ કોહલીએ 110 બોલમાં 10 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી. સતત ત્રણ વન-ડેમાં સદી ફટકારનારા વિરાટ કોહલી ભારતનો પ્રથમ અને વિશ્વનો 10મો ખેલાડી બન્યો

    શાઈ હોપની અડધી સદી (95) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની ત્રીજી વન-ડેમાં 43 રને વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 9 વિકેટે 283 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 47.4 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

    આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે પાંચ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ચોથી વન-ડે 29 ઓક્ટોબરના રોજ રમાશે.

    ભારત તરફથી એકમાત્ર વિરાટ કોહલીએ લડત આપતા 107 રન બનાવ્યા હતા. સતત ત્રણ વન-ડેમાં સદી ફટકારનારા વિરાટ કોહલી ભારતનો પ્રથમ અને વિશ્વનો 10મો ખેલાડી બન્યો હતો. આ સિવાય ધવન 35, પંત 24 અને રાયડુએ 22 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી સેમ્યુઅલ્સે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

    ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વઘારે 4 વિકેટ ઝડપી હતી. કુલદીપને 2 વિકેટ, જ્યારે ભુવનેશ્વર, અહમદ અને ચહલને 1-1 વિકેટ મળી હતી.

    ભારતના સુકાની વિરાટ કોહલીએ ત્રીજી વન-ડેમાં ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  ભારતે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવના સ્થાને ભુવનેશ્વર કુમાર, બુમરાહ અને અહમદનો સમાવેશ કરાયો હતો.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन