જસપ્રીત બુમરાહના તરખાટ (6 વિકેટ) સામે વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ ઘૂંટણિયા ટેકવી દેતા ભારત સામે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં 117 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ભારતને પ્રથમ દાવમાં 299 રનની લીડ મળી છે. વેસ્ટ ઇન્ડીઝ ફોલોઓન થયું હોવા છતા ભારતે ફોલોઓન ન કરતા બેટિંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.ભારતે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા
વેસ્ટ ઇન્ડીઝે ત્રીજા દિવસની શરુઆત 7 વિકેટે 87 રનથી કરી હતી. ત્રીજા દિવસે તે વધુ 30 રન ઉમેરી 117 રનમાં ઓલઆઉટ થયું હતું. વેસ્ટ ઇન્ડીઝ તરફથી સૌથી વધારે હેટમાયરે 34 રન બનાવ્યા હતા. હોલ્ડરે 18, રોચે 17, કોર્નવોલે 14 અને બ્રાથવેઇટે 10 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો.