બીજી ટેસ્ટ : પ્રથમ દિવસે વિન્ડીઝના 295/7, કુલદીપ-ઉમેશની ત્રણ-ત્રણ વિકેટ

રોસ્ટન ચેસ ( અણનમ 98) અને સુકાની જેસોન હોલ્ડરે (52) અડધી સદી ફટકારી

News18 Gujarati
Updated: October 12, 2018, 4:51 PM IST
બીજી ટેસ્ટ : પ્રથમ દિવસે વિન્ડીઝના 295/7, કુલદીપ-ઉમેશની ત્રણ-ત્રણ વિકેટ
પ્રથમ દિવસે વિન્ડીઝના 295/7, કુલદીપ-ઉમેશની ત્રણ-ત્રણ વિકેટ
News18 Gujarati
Updated: October 12, 2018, 4:51 PM IST
રોસ્ટન ચેસ ( અણનમ 98) અને સુકાની જેસોન હોલ્ડરે (52) અડધી સદી ફટકારી ભારત સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે વેસ્ટ ઇન્ડીઝનો રકાસ ખાળ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ દિવસના અંતે 7 વિકેટ ગુમાવી 295 રન બનાવી લીધા છે. દિવસના અંતે ચેસ 98 અને દેવેન્દ્ર બિશુ 2 રને રમતમાં છે. રોસ્ટન ચેસે 174 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 98 રન બનાવ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર બ્રાથવેઇટ (14) અને પોવેલ (22) સસ્તામાં આઉટ થયા હતા. આ પછી શાઇ હોપ (36), હેટમોર (12) અને એબ્રિસ (18) પણ સસ્તામાં આઉટ થયા હતા. વેસ્ટ ઇન્ડીઝે 182 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રોસ્ટન ચેસ અને હોલ્ડરે સાતમી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી રકાસ ખાળ્યો હતો. હોલ્ડર 52 રન બનાવી 90મી ઓવરમાં ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો.

ભારત તરફથી કુલદીપ યાદવ અને ઉમેશ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી. અશ્વિનને 1 વિકેટ મળી હતી. આ ટેસ્ટમાં ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો. જોકે તે ઈજાના કારણે ફક્ત 1.4 ઓવર કરી શક્યો હતો અને બહાર થઈ ગયો હતો.
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...