Home /News /sport /

બીજી ટેસ્ટ : ભારતનો વિન્ડીઝ સામે 10 વિકેટે વિજય, 2-0થી શ્રેણી જીતી

બીજી ટેસ્ટ : ભારતનો વિન્ડીઝ સામે 10 વિકેટે વિજય, 2-0થી શ્રેણી જીતી

ભારતનો વિન્ડીઝ સામે 10 વિકેટે વિજય,

ભારતે 72 રનનો લક્ષ્યાંક 16.1 ઓવરમાં મેળવ્યો, ઉમેશ યાદવે ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી, 21 ઓક્ટોબરથી પાંચ મેચની વન-ડે શ્રેણી રમાશે

    રિષભ પંત (92) અને અજિંક્ય રહાણે (80)ની અડધી સદી પછી ઉમેશ યાદવ (4 વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (3 વિકેટ)ના ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી ત્રીજા જ દિવસે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં 10 વિકેટે વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ બીજા દાવમાં 127 રનમાં ઓલઆઉટ થતા ભારતને જીતવા માટે 72 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે ભારતે 16.1 ઓવરમાં વિના વિકેટે મેળવી લીધો હતો. પૃથ્વી શો અને લોકેશ રાહુલ 33-33 રને અણનમ રહ્યા હતા.આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણીમાં 2-0થી વિજય મેળવ્યો છે. હવે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 21 ઓક્ટોબરથી પાંચ મેચની વન-ડે શ્રેણી રમાશે.

    મેચમાં 10 વિકેટ ઝડપનાર ઉમેશ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે શ્રેણીમાં 1 સદી અને 1 અડધી સાથે 237 રન બનાવનાર યુવા બેટ્સમેન પૃથ્વી શો ને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

    વેસ્ટ ઇન્ડીઝ તરફથી એમ્બ્રિસે સૌથી વધારે 38 રન બનાવ્યા હતા. આ સિવાય શાઈ હોપે 28, હોલ્ડરે 19, હેટમેરે 17 અને બિશુ 10 રને અણનમ રહ્યો હતો. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરના આંક સુધી પહોંચી શક્યો ન હતો.

    ભારત તરફથી ઉમેશ યાદવે 4 વિકેટ, જાડેજાએ 3 વિકેટ, અશ્વિને 2 વિકેટ અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે મેચમાં 10 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપી હતી. તે પ્રથમ વખત ટેસ્ટમાં 10 વિકેટ ઝડપવા સફળ રહ્યો છે.

    આ પહેલા ભારત પ્રથમ દાવમાં 367 રનમાં ઓલઆઉટ થયું હતું. રિષભ પંતે 92 અને રહાણેએ 80 રન બનાવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2nd Test Day 3, Cricket live score, Hyderabad, India vs West indies, India vs West Indies LIVE Score, Live score, LIVE Score 2nd Test, Team india, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन