Home /News /sport /

બીજી ટેસ્ટ : ભારતની સ્થિતિ મજબૂત, ચાર વિકેટે 308 રન બનાવ્યા

બીજી ટેસ્ટ : ભારતની સ્થિતિ મજબૂત, ચાર વિકેટે 308 રન બનાવ્યા

ભારતની સ્થિતિ મજબૂત, ચાર વિકેટે 308 રન બનાવ્યા

રિષભ પંત (85 અણનમ), અજિંક્ય રહાણે (75 અણનમ) અને યુવા બેટ્સમેન પૃથ્વી શોની અડધી સદી (70)

    રિષભ પંત (85 અણનમ), અજિંક્ય રહાણે (75 અણનમ) અને યુવા બેટ્સમેન પૃથ્વી શોની અડધી સદી (70)ની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટના બીજા દિવસના અંતે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝના 311 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 4 વિકેટ ગુમાવી 308 રન બનાવી લીધા છે. દિવસના અંતે પંત 85 અને રહાણે 75 રને રમતમાં છે. ભારત હવે ફક્ત 3 રન પાછળ છે અને તેની 6 વિકેટો બાકી છે.

    ભારતની શરૂઆત ખરાબ રહેતા ઓપનર લોકેશ રાહુલ 4 રન બનાવી આઉટ થયો હતો. આ પછી પૃથ્વી શોએ આક્રમક બેટિંગ જારી રાખતા બાજી સંભાળી હતી. પૂજારા 10 રન બનાવી ગેબ્રિયલનો શિકાર બન્યો હતો. પૃથ્વી શોએ 53 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે 70 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 45 રન બનાવી આઉટ થયો હતો. આ પછી પંત અને રહાણેએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે અણનમ 146 રનની ભાગીદારી નોંધાઈ છે. વેસ્ટ ઇન્ડીઝ તરફથી હોલ્ડરે 2વિકેટ ઝડપી હતી.

    પૃથ્વી શોએ 39 બોલમાં ફટકારી અડધીસદી, કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

    આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ 311 રનમાં ઓલઆઉટ થયું હતું. ઉમેશ યાદવે સૌથી વધારે 6 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને 3 અને અશ્વિનને 1 વિકેટ મળી હતી. રોસ્ટન ચેસે 106 રન બનાવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2nd Test Day 2, Cricket live score, Hyderabad, India vs West indies, India vs West Indies LIVE Score, Live score, LIVE Score 2nd Test, Team india, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन