એક હાથમાં છત્રી અને એકમાં બેટ, શું કરી રહ્યો છે રોહિત શર્મા?

News18 Gujarati
Updated: August 11, 2019, 9:31 AM IST
એક હાથમાં છત્રી અને એકમાં બેટ, શું કરી રહ્યો છે રોહિત શર્મા?
બીસીસીઆઈએ તેની આ તસવીર શેર કરતાં લખ્યું કે ઇન્ડોર પ્રેક્ટિસની વચ્ચે પણ રોહિત શર્માએ પોતાના આનંદ માટે સ્થાન શોધી જ લીધું

બીસીસીઆઈએ તેની આ તસવીર શેર કરતાં લખ્યું કે ઇન્ડોર પ્રેક્ટિસની વચ્ચે પણ રોહિત શર્માએ પોતાના આનંદ માટે સ્થાન શોધી જ લીધું

  • Share this:
ભારતીય ટીમે ટી20 સીરીઝમાં ક્લીન સ્વીપની સાથે જ વિન્ડીઝ પ્રવાસ પર પોતાના અભિયાનની ભવ્ય શરૂઆત કરી, પરંતુ વનડે સીરીઝની શરૂઆત ટીમની આશાઓ મુજબ નથી થઈ શકી. સીરીઝની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ જેથી વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમ નિરાશ હતી.

ટીમ ઈન્ડિયાની નજર હવે સીરીઝ જીત માટે છેલ્લી બે મેચો પર ટકેલી છે. બીજી મેચ ત્રિનિદાદમાં આજે રમાશે. બીજી વનડે પર જોકે વરસાદનો હજુ કોઈ ખતરો નથી પરંતુ ટીમ ઈન્ડિયાને મેચ અભ્યાસ માટે ઇન્ડોર સ્ટેડિયમનો જ સહારો લેવો પડ્યો.
આ પણ વાંચો, ટીમ ઇન્ડિયા સામે રમશે આ મહાકાય ક્રિકેટર, 140 કીગ્રા છે વજન

વરસાદના કારણે ટીમે મેચ પહેલા ઈન્ડોર સ્ટેડિયમમાં અભ્યાસ કર્યો અને આ દરમિયાન રોહિત શર્મા એક હાથમાં છત્રી અને એક હાથમાં બેટ પકડીને અભ્યાસ કરવા પહોંચ્યો. બીસીસીઆઈએ તેની આ તસવીર શેર કરતાં લખ્યું કે ઇન્ડોર પ્રેક્ટિસની વચ્ચે પણ રોહિત શર્માએ પોતાના આનંદ માટે સ્થાન શોધી જ લીધું. રોહિત વરસાદની વચ્ચે એક હાથમાં છત્રી અને એક હાથમાં બેટ પકડીને વરસાદની મજા લેતા આ ઇન્ડોરમાં અભ્યાસ કરવા પહોંચ્યો.

એક્યૂવેધર મુજબ, રવિવાર મેચના દિવસે સવારે વાદળ છવાયેલા રહેશે પરંતુ સવારે વરસાદની શક્યતા 20 ટકા જ છે જ્યારે બપોર બાદ તેની આશંકા માત્ર 7 ટકા જ છે.

આ પણ વાંચો, ધોનીએ ખરીદી 90 લાખ રુપિયાની કાર, ભારતમાં આવી એકપણ કાર નથી!
First published: August 11, 2019, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading