રાજકોટ ટેસ્ટ : પૃથ્વીની સદી, પ્રથમ દિવસે ભારતનો દબદબો

ભારતે પ્રથમ દિવસના અંતે 4 વિકેટ ગુમાવી 364 રન બનાવ્યા, વિરાટ કોહલી 72 અને રિષભ પંત 17 રને રમતમાં, પૃથ્વી શોએ ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારી

News18 Gujarati
Updated: October 4, 2018, 5:15 PM IST
રાજકોટ ટેસ્ટ : પૃથ્વીની સદી, પ્રથમ દિવસે ભારતનો દબદબો
IND vs WI testની તસવીર
News18 Gujarati
Updated: October 4, 2018, 5:15 PM IST
પૃથ્વી શોની સદી (134) અને સુકાની વિરાટ કોહલી (અણનમ 72), ચેતેશ્વર પૂજારાની અડધી સદી (86)ની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રભુત્વ બનાવ્યું છે. ભારતે પ્રથમ દિવસના અંતે 4 વિકેટ ગુમાવી 364 રન બનાવી લીધા છે. દિવસના અંતે વિરાટ કોહલી 72 અને રિષભ પંત 17 રને રમતમાં છે.

કે એલ રાહુલ શૂન્ય ઉપર પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જ્યારે તેમણે પહેલી જ ઓવરમાં શેનાન ગેબ્રિયલે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આઉટ થયા પહેલા રાહુલે ભારતનો એક રિવ્યૂ પણ ખરાબ કર્યો હતો. રાહુલ ફ્લોપ રહ્યા પરંતુ પૃથ્વી શોએ ટેસ્ટ કરિયરની શાનદાર શરૂઆત કરી હતી .તેણે પૂજારા સાથે બીજી વિકેટ માટે 206 રનની ભાગીદારી કરી હતી. પૃથ્વી ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારી 134 રને આઉટ થયો હતો. પૂજારા 86 રને આઉટ થયો હતો.

બંનેના આઉટ થયા પછી વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે (41)એ બાજી સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 105 રનની ભાગીદારી નોંધાવી હતી. રહાણે 41 રને ચેસનો શિકાપ બન્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ગેબ્રિયલ, લેવિસ, બિશુ અને ચેસે 1-1 વિકેટ ઝડપી હતી.

રાજકોટમાં રમાઇ રહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્ય હતો. ટીમ ઇન્ડિયા 3 સ્પિનર અને 2 ફાસ્ટ બોલરની સાથે મેદાનમાં ઉતરી છે. વેસ્ટઇન્ડીઝનો કેપ્ટન જેસન હોલ્ડર ઇજાગ્રસ્ત હોવાના કારણે બહાર છે. તેના સ્થાને ક્રેગ બ્રેથવેટ કેપ્ટનશીપ કરી રહ્યો છે.

ભારત-વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદિપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.

વેસ્ટઇન્ડિઝ-ક્રેગ બ્રેથવેટ, કાયરન પાવેલ, શે હોપ, શિમરોન હેટમાર, રોસ્ટન ચેઝ, સુનિલ એબ્રિસ, શેન ડોરવિચ, કીમો પોલ, દેવેન્દ્ર બિશૂ, શેરમન લુઇસ અને શેનાન ગેબ્રિયલ.
First published: October 4, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...