અજિંક્ય રહાણેની સદી બાદ જસપ્રીત બુમરાહે સ્વિંગ બોલિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરીને ભારતને વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચમાં મોટી જીત નોંધાવી છે. એન્ટીગા ટેસ્ટમાં 419 રનોનો ટાર્ગેટનો પીછો કરતાં કેરેબિયન ટીમની બીજી ઇનિંગ 100 રનમાં જ સમેટાઈ ગઈ અને ભારતે 318 રનોની મોટી જીત નોંધાવી છે.
જસપ્રીત બુમરાહે સાત રન આપીને પાંચ વિકેટ ઝડપી, જ્યારે ઈશાંત શર્માએ 31 રન આપી ત્રણ વિકેટ લીધી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ સાત વિકેટ પર 343 રન કરી પોતાની બીજી ઇનિંગ ડિક્લેસર કરી હતી. રહાણેએ 102 રનની શાનદાર ઇનિંગ રમી. બીજી તરફ હનુમા વિહારીએ 93 રન કર્યા.
બુમરાહ (સાત રન આપી પાંચ વિકેટ) અને ઈશાંત (19 રન આપી બે વિકેટ)નો કમાલ જોવા મળ્યો. બુમરાહે વિકેટ લેવાની શરૂઆત કરી અને પછી ઈશાંતે તેમાં તેનો બરાબરનો સાથ આપ્યો. બુમરાહે પોતાની પહેલી ઓવરમાં જ ક્રેગ બ્રેથવેટને વિકેટ પાછળ કેચ કરાવ્યો એન પછી પોતાની બીજી ઓવરમાં બીજા ઓપનર બેટ્સમેન જોન કેમ્પબેલ (7 રન)ને પોતાનો શિકાર બનાવ્યો.