LIVE NOW

IND vs WI: ભારતનો 5 વિકેટે વિજય, શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

વેસ્ટ ઇન્ડીઝ - 109/8, કુલદીપ યાદવની 3 વિકેટ, ભારત - 110/5 (17.5)

gujarati.news18.com | November 4, 2018, 10:30 PM IST
facebook Twitter Linkedin
Last Updated November 4, 2018
auto-refresh

Highlights

Load More
કુલદીપ યાદવ (3 વિકેટ) સહિત બોલરાના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20માં 5 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 8 વિકેટે 109 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ બનાવી લીધી છે. બંને વચ્ચે બીજી મેચ 6 નવેમ્બરના રોજ રમાશે. ભારત તરફથી દિનેશ કાર્તિકે સૌથી વધારે 31 રન બનાવ્યા હતા. ક્રુણાલ પંડ્યા 9 બોલમાં 21 રન બનાવી અણનમ રહ્યો હતો. રોહિત શર્મા 6 અને ધવન 3 રન બનાવી સસ્તામાં આઉટ થયા હતા.

આ પહેલા વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ખરાબ રહેતા 50 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી તે વધારે રન બનાવી શક્યું ન હતું.

ભારત તરફથી કુલદીપ યાદવે 13 રનમાં 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઉમેશ યાદવ, ક્રુણાલ પંડ્યા, ખલીલ અહમદ અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર ખલીલ અહમદે ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.

પ્રથમ ટી-20 માટે ભારતીય ટીમ : રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, રિષભ પંત, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ઉમેશ યાદવ
corona virus btn
corona virus btn
Loading