Ind vs WI : બોલરો ઝળક્યા, ભારતનો પ્રથમ ટી-20માં 4 વિકેટે વિજય

News18 Gujarati
Updated: August 3, 2019, 11:18 PM IST
Ind vs WI : બોલરો ઝળક્યા, ભારતનો પ્રથમ ટી-20માં 4 વિકેટે વિજય
ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, 4 ઓગસ્ટને રવિવારના રોજ બંને વચ્ચે બીજી ટી-20 મેચ રમાશે

ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી, 4 ઓગસ્ટને રવિવારના રોજ બંને વચ્ચે બીજી ટી-20 મેચ રમાશે

  • Share this:
ડેબ્યૂ બોલર નવદીપ સૈની (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટી-20માં 4 વિકેટે વિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 9 વિકેટે 95 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. 4 ઓગસ્ટને રવિવારના રોજ બંને વચ્ચે બીજી ટી-20 મેચ રમાશે.

શિખર ધવન 1 રન બનાવી કોટરેલનો શિકાર બન્યો હતો. રોહિત શર્મા સારી શરુઆતને મોટા સ્કોરમાં ન ફેરવી શકતા 24 રને આઉટ થયો હતો.  રિષભ પંત પ્રથમ બોલે જ આઉટ થયો હતો. બંને સુનીલ નરૈનના શિકાર બન્યા હતા.

મનીષ પાંડે 19 અને વિરાટ કોહલી 19 રને આઉટ થતા ભારતે 69 રને પાંચમી વિકેટ ગુમાવી હતી. જાડેજા (10 રન) અને સુંદરે (8 રન) અણનમ રહી જીત અપાવી હતી.

અગાઉ વેસ્ટ ઇન્ડીઝના જોન કેમ્પબેલ અને ઇવિન લુઈસ ખાતું ખોલાયા વિના આઉટ થયા હતા. પૂરન 20 અને હેટમાયર 00 રને આઉટ થતા વેસ્ટ ઇન્ડીઝે 28 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ડેબ્યૂ કરી રહેલા નવદીપ સૈનીએ પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ઝડપી હતી. પોવેલ 4 રને ખલીલ અહમદનો શિકાર થતા 33 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

કાર્લોસ બ્રેથવેઇટ અને સુનીલ નરૈન 1 રને આઉટ થતા વિન્ડીઝે 70 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

ભારત તરફથી નવદીપ સૈનીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે 2, જ્યારે સુંદર, અહમદ, ક્રુણાલ પંડ્યા અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.અમેરિકામાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ ટી-20માં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. લોકેશ રાહુલને ટીમમાં સ્થાન મળ્યું નથી. બીજી તરફ નવદીપ સૈની ડેબ્યૂ કરી રહ્યો છે. વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી છે.

બંને ટીમો આ પ્રમાણે છે

ભારત - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મનીષ પાંડે, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સૈની.

વેસ્ટ ઇન્ડીઝ - જોમ કેમ્પબેલ, ઇવિન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેઇટ (કેપ્ટન), કીમો પોલ, સુનીલ નારાયણ, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ.
First published: August 3, 2019, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading