વિન્ડીઝ તરફથી 12 ખેલાડીઓએ કરી બેટિંગ, 132 વર્ષમાં પ્રથમ ઘટના

News18 Gujarati
Updated: September 3, 2019, 7:34 PM IST
વિન્ડીઝ તરફથી 12 ખેલાડીઓએ કરી બેટિંગ, 132 વર્ષમાં પ્રથમ ઘટના
વિન્ડીઝ તરફથી 12 ખેલાડીઓએ કરી બેટિંગ, 132 વર્ષમાં પ્રથમ ઘટના

ક્રિકેટમાં પ્રથમ વખત 12 બેટ્સમેનોએ બેટિંગ કરી

  • Share this:
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ (India vs West Indies)વચ્ચેની ટેસ્ટ શ્રેણી પુરી થઈ ગઈ છે. વિરાટ કોહલી(Virat Kohli)ની આગેવાનીમાં ટીમે 2-0થી શ્રેણી પોતાના નામે કરી છે. ભારતીય ટીમ (Indian Team) માટે આ શ્રેણી ઘણી રીતે ઐતિહાસિક રહી હતી. આ જીત સાથે વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) મેચમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ હેટ્રિક ઝડપી હતી. જમૈકામાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગ્સમાં એવી ઘટના બની હતી જે 132 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલા ક્યારેય બની નથી. ક્રિકેટમાં પ્રથમ વખત 12 બેટ્સમેનોએ બેટિંગ કરી હતી.

વેસ્ટ ઇન્ડીઝ(West Indies)ની ટીમ જ્યારે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી ત્યારે ડેરેન બ્રાવોને જસપ્રીત બુમરાહનો બોલ માથામાં વાગ્યો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. બ્રાવો ત્રીજા દિવસે બુમરાહના બાકી બચેલ બે બોલ રમ્યો હતો. ચોથા દિવસે પણ બેટિંગ માટે મેદાનમાં આવ્યો હતો. જોકે ત્રણ ઓવર પછી રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તે 23 રને બેટિંગ કરી રહ્યો હતો. ડોક્ટરોએ તપાસ બાદ કહ્યું કે તે રમી શકશે નહીં. જેથી બ્રાવોના સ્થાને જેરેમી બ્લેકવુડ(Jermaine Blackwood)કન્કશન સબ્સિટ્યૂટ(concussion substitute)તરીકે મેદાનમાં આવ્યો હતો. બ્લેકવુડે આ મેચમાં 38 રન બનાવ્યા હતા.

એશિઝ શ્રેણી (Ashes Series)માં માર્નસ લાબુશેન(Marnus Labuschagne) કન્કશન સબ્સિટ્યૂટ રીતે મેદાનમાં ઉતરનાર પ્રથમ ખેલાડી હતો. જોકે તે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં બેટિંગ માટે ઉતર્યો હતો. સ્ટિવ સ્મિથ આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં મેદાન ઉપર ઉતર્યો ન હતો. આવા સમયે જ્યારે જેરેમી બ્લેકવુડ સાથી ખેલાડી ડેરેન બ્રાવોના સ્થાને બેટિંગ માટે ઉતર્યો તો તેનું નામ ઇતિહાસમાં નોંધાયું હતું. બુમરાહના બોલ પર આઉટ થતા પહેલા બ્લેકવુડે બ્રૂક્સ સાથે 61 રનની ભાગીદારી કરી હતી.

જોકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12 ખેલાડીઓ મુકાબલામાં ઉતર્યા હોય તે નવી વાત નથી. પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે 12 ખેલાડીઓએ બેટિંગ કરી છે. ભારતે બીજી ટેસ્ટમાં 257 રને વિજય મેળવ્યો હતો.
Published by: Ashish Goyal
First published: September 3, 2019, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading