Home /News /sport /INDvsSL: આજે કોણ જીતશે? કોણ રહેશે મેચનો હીરો? પીચનો મિજાજ તો કહે છે હાર્દિક-અક્ષર ચાલશે

INDvsSL: આજે કોણ જીતશે? કોણ રહેશે મેચનો હીરો? પીચનો મિજાજ તો કહે છે હાર્દિક-અક્ષર ચાલશે

akshar patel hardik pandya

INDIA SRILANKA T20 RAJKOT: સમાન્ય રીતે અહીં સપાટ પિચ હોવાથી તે બૉલરો માટે મુશ્કેલી ઊભી કરે છે. બેટ્સમેનો માટે અહીં બેટિંગ કરવી ખૂબ જ સરળ રહેશે. તે જ સમયે, બૉલરોએ આ પીચ પાસેથી તેમની ચોક્કસ લાઇન અને લેન્થ જાળવી રાખવી જોઈએ.

  IND vs SL 3rd T20I Pitch: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રાજકોટમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે, આ મેચ નિર્ણાયક મેચ છે કારણ કે ત્રણ મેચની શ્રેણીમાં બંને ટીમો એક એક મેચ જીતી ચૂકી છે.  આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએન સ્ટેડિયમમાં બન્ને ટીમો ટ્રૉફી પર કબજો જમાવવા પ્રયાસ કરશે, એકબાજુ દસુન શનાકાની ટીમ હશે તો બીજીબાજુ હાર્દિક પંડ્યાની યુવા બ્રિગેડ જોવા મળશે.

  ત્રણ મેચોની ટી20 સીરીઝમાં પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા જીતી હતી, જોકે, બીજી ટી20માં ટીમ ઇન્ડિયાને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો, આમ શ્રીલંકન ટીમે સીરીઝમાં વાપસી કરી હતી. હવે આજે બન્ને ટીમો વચ્ચે ફાઇનલ અને અંતિમ ટી20 મેચ રમાશે. આ પહેલા અહીં પીચને લઇને અપડેટ શું છે અપડેટ એ જાણી લો.

  કેવો છે પીચનો મિજાજ, કોને થશે મદદરૂપ ?
  રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ ખુબ સારી છે, રાજકોટમાં રમાનાર આ મેચમાં પીચ બેટ્સમેનો માટે ઘણી મદદગાર સાબિત થતી હોય છે. ટીમ ઈન્ડિયા પાસે હાર્દિક અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ છે. માટે તેઓને અહી મદદ મળે તેવી શક્યતા છે.

  બેટિંગ પિચ

  રાજકોટની પીચ બેટ્સમેનોને સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે. સપાટ પીચની સાથે અહીં નાની બાઉન્ડ્રી બેટ્સમેન માટે વધુ મદદરૂપ સાબિત થશે. બાઉન્ડ્રી લંબાઈ લગભગ 65-70 મીટર હશે. આ પીચના હિસાબે અહીં બીજી હાઈ સ્કોર મેચ જોવા મળશે, એટલે કે આ પીચ પર 180થી વધુનો સ્કૉર શક્ય છે.

  અક્ષર પટેલ ફોર્મમાં છે એટલે તેના બેટિંગ પર પણ નજર રહેશે. તો બીજી તરફ કેપ્ટન હાર્દિક પાસેથી બેટર એન્કર જેવી ભૂમિકાની અપેક્ષા છે. બંને અહીં ઘણું ક્રિકેટ રમ્યા છે માટે પીચ સહિતની પરિસ્થિતીથી ખાસ્સા વાકેફ છે. માટે બંનેને ફાયદો મળે તેવી ભરપૂર શક્યતા છે.

  બેટ્સમેનોને ફાયદો

  સમાન્ય રીતે અહીં સપાટ પિચ હોવાથી તે બૉલરો માટે મુશ્કેલી ઊભી કરે છે. બેટ્સમેનો માટે અહીં બેટિંગ કરવી ખૂબ જ સરળ રહેશે. તે જ સમયે, બૉલરોએ આ પીચ પાસેથી તેમની ચોક્કસ લાઇન અને લેન્થ જાળવી રાખવી જોઈએ. કારણ કે એ  સિવાય બીજી કોઈ મદદ પિચ પાસેથી મળે તેવી અપેક્ષા રાખવી જોઈએ નહીં.

  આ પણ વાંચો: IND vs SL: કેપ્ટન હાર્દિક પંડ્યાની સૌથી મોટી ભૂલો! આવું નહીં ચાલે, બીજી મેચ હાર્યા બાદ આજે રાજકોટમાં પરીક્ષા

  ભારત vs શ્રીલંકા સામસામે

  ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 28 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ 18 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાના ખાતામાં 9 જીત છે. આ દરમિયાન એક મેચ અનિર્ણિત રહી હતી. ભારતીય ટીમે શ્રીલંકા સામે ટી20માં પ્રથમ બેટિંગ કરતા 7 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાએ 2 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 10 મેચ જીતી છે જ્યારે મુલાકાતી ટીમના ખાતામાં 7 જીત છે.

  " isDesktop="true" id="1315536" >

  શ્રીલંકાની ટીમ પ્રથમ વખત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA સ્ટેડિયમ) ખાતે T20 મેચ રમશે. જોકે, ભારતે અહીં 4 T20 મેચ રમી છે, જેમાંથી 3માં તેને જીત મળી છે અને એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે, 7 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રીજી T20 (IND vs SL વેધર ફોરકાસ્ટ) મેચ દરમિયાન રાજકોટમાં હવામાન ખુશનુમા રહેવાની ધારણા છે. દિવસનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આખો દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં ક્રિકેટપ્રેમીઓને આખી મેચ જોવાનો મોકો મળશે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: IND VS SL, India vs srilanka, ક્રિકેટ, રાજકોટ, હાર્દિક પંડ્યા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन