Home /News /sport /IND vs SL: કેપ્ટન હાર્દિક પંડ્યાની સૌથી મોટી ભૂલો! આવું નહીં ચાલે, બીજી મેચ હાર્યા બાદ આજે રાજકોટમાં પરીક્ષા

IND vs SL: કેપ્ટન હાર્દિક પંડ્યાની સૌથી મોટી ભૂલો! આવું નહીં ચાલે, બીજી મેચ હાર્યા બાદ આજે રાજકોટમાં પરીક્ષા

કેપ્ટન હાર્દિક પંડ્યા

HARDIK PANDYA IN RAJKOT: આજે રાજકોટમાં ભારત અને શ્રીલંકા ત્રીજી ટી-20 મેચ રમાવા જઇ રહી છે ત્યારે અગાઉની બંને મેચમાં કેપ્ટન હાર્દિકની કેટલીક ભૂલો સામે આવી હતી જેની ફેન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

  INDIA VS SRILANKA AT RAJKOT: ટીમ ઈન્ડિયા આ દિવસોમાં શ્રીલંકા સામે T20 સિરીઝ રમી રહી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ (IND vs SL) આજે રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચ જીતવામાં સફળ રહી હતી. દાસુન શનાકાની કપ્તાનીમાં શ્રીલંકાની ટીમે પુણેમાં બીજી T20 મેચ જીતીને શાનદાર વાપસી કરી છે. ભારતના સિનિયર ખેલાડીઓ ટી20 શ્રેણીમાંથી બહાર  છે ત્યારે યુવા ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમી રહી છે. સુકાની તરીકે પંડ્યા શ્રેણીમાં ઘણી વખત ઓવરકોન્ફિડન્ટ દેખાયા હતા, તેણે છેલ્લી મેચમાં 5 મોટી ખામીઓને દૂર કરવી પડશે, નહીં તો શ્રીલંકાની ટીમ ભારતમાં પ્રથમ વખત T20 દ્વિપક્ષીય શ્રેણી જીતવામાં સફળ રહી શકે છે. અત્યાર સુધી પંડ્યા સુકાની તરીકે હોય એવી એકપણ T20 સિરીઝ હારી નથી.

  1. હાર્દિક પંડ્યાએ ગ્રાઉન્ડના રેકોર્ડ પર જવું પડશે. મુંબઈમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ મળી હતી. ત્યારે પંડ્યાએ કહ્યું હતું કે જો અમે ટોસ જીત્યા હોત તો પણ અમે પહેલા બેટિંગ કરી હોત. જ્યારે વાનખેડેમાં લક્ષ્યનો પીછો કરતી ટીમ વધુ સફળ રહી છે. તે જ સમયે, પુણેમાં રેકોર્ડથી વિપરીત, હાર્દિકે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમનો પરાજય થયો હતો. આવી સ્થિતિમાં તેણે ત્રીજી મેચમાં આ ભૂલોને ટાળવી પડશે.

  2. પ્રથમ મેચમાં, તેણે ડાબોડી સ્પિનર ​​અક્ષર પટેલને ઇનિંગની 20મી ઓવર આપી, જ્યારે તેણે પોતે એક ઓવર બાકી હતી અને તે સારી બોલિંગ પણ કરી રહ્યો હતો છતા ઓવર ફેંકી નહોતી. ઝાકળવાળી જમીન પર સ્પિનરો માટે બોલિંગ સરળ નથી. જોકે છેલ્લી ઓવરના પહેલા જ બોલે સિક્સ પડવા છતાં  અક્ષર ભારતને મેચ જીતાડવામાં ચોક્કસપણે સફળ રહ્યો હતો.

  3. હાર્દિક પંડ્યાએ ટીમમાં વધારે ફેરફાર ટાળવા પડશે. પ્રથમ ટી20 બાદ બીજી ટી20માં 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે, સંજુ સેમસન ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. તેમની જગ્યાએ રાહુલ ત્રિપાઠીને તક મળી હતી. આ સાથે જ ફાસ્ટ બોલર હર્ષલ પટેલની જગ્યાએ અર્શદીપ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. હર્ષલ ઘણા સમય પછી મેચ રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેને ઓછામાં ઓછી સતત બે મેચમાં તક આપવી જરૂરી હતી. તેણે પ્રથમ ટી20માં 2 વિકેટ પણ લીધી હતી.  તો બીજી તરફ અર્શદીપ ઘણા સમય પછી રમી રહેલ ઘણો મોંઘો સાબિત થયો.

  આ પણ વાંચો: IND vs SL: આજે વતન ગુજરાતમાં કેપ્ટન હાર્દિક માટે આબરુનો સવાલ, રાજકોટમાં ટીમની જોરદાર તૈયારી

  4. પંડ્યાએ IPL 2022માં બેટર એન્કરની ભૂમિકા ભજવી હતી. યુવા ટીમ શ્રીલંકા સામે આવી રહી છે. તેણે અહીં પણ આવી જ ભૂમિકા ભજવવી પડશે. જો બીજી ટી20માં વિકેટ બચી હોત તો ભારતીય ટીમ મેચ જીતી શકી હોત. સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલે ટીમને લગભગ લક્ષ્ય સુધી પહોંચાડી દીધી હતી.

  " isDesktop="true" id="1315191" >

  5. બીજી T20ની વાત કરીએ તો કેપ્ટન પંડ્યાએ પ્રથમ 6 ઓવરમાં 5 બોલરોને અજમાવ્યા હતા. એટલે કે પાવરપ્લેમાં તેને કોઈ બોલર પર વિશ્વાસ નહોતો. મોટી મેચમાં તેણે આવા ફેરફારોથી બચવું પડશે. મેચ બાદ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે યુવા ખેલાડીઓના ખરાબ પ્રદર્શન બાદ પણ અમે તેમના પર વિશ્વાસ રાખીશું. આવી સ્થિતિમાં ત્રીજી મેચમાં પ્લેઇંગ-11માં ફેરફારની આશા ઓછી છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Hardik pandya latest news, IND VS SL, India vs srilanka, Latest News Rajkot, ક્રિકેટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन