Home /News /sport /IND vs SL: આજે વતન ગુજરાતમાં કેપ્ટન હાર્દિક માટે આબરુનો સવાલ, રાજકોટમાં ટીમની જોરદાર તૈયારી

IND vs SL: આજે વતન ગુજરાતમાં કેપ્ટન હાર્દિક માટે આબરુનો સવાલ, રાજકોટમાં ટીમની જોરદાર તૈયારી

હાર્દિક પંડ્યા

TEAM INDIA AT RAJKOT: રાજકોટમાં આજે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે T20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ (IND vs SL) રમાશે. ત્રીજી અને નિર્ણાયક મેચ હોવા સાથે હાર્દિક પંડ્યા ગુજરાતના હોવાથી પણ આ મેચ મહત્વની છે.

    આજે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી-20 મેચ છે. આજની મેચ નિર્ણાયક છે. અગાઉની બંને મેચમાં બંને ટીમો એક એક મેચ જીતી ચૂકી છે. રાજકોટમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટી-20 મુકાબલો રમાવા જઈ રહ્યો છે.જેથી રાજકોટ ક્રિકેટમગ્ન બની જશે. ભારતની ટીમ અને શ્રીલંકાની ટીમ રાજકોટમાં ગઇકાલથી આવી પહોંચી છે. આગમન સાથે ગરબાના તાલે ફૂલહર સાથે ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને આજે શનિવારે જ્યારે આ બંને ટીમ મેદાનમાં ઉતરશે. ત્યારે આ મુકાબલાને જોવા માટે રાજકોટ થનગની રહ્યું છે.

    રાજકોટ સહિત ગુજરાતના લોકો આ મેચના સાક્ષી બનશે.. આજે ભારત-શ્રીલંકા વચ્ચે ‘મૈદાન-એ-જંગ’ જોવા મળશે. કાલેબધા જ ક્રિકેટર સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા રાજકોટમાં આવી ગયા હતા.

    આ પણ વાંચો: TEAM INDIA IN RAJKOT: રાજકોટમાં ટીમ ઈન્ડિયા! ફાફડા, ચીકી અને અડદિયાનો સ્વાદ

    ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે T20 સિરીઝ રમી રહી છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ (IND vs SL) આજે રમાશે. આ મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચ જીતવામાં સફળ રહી હતી. તો બીજી તરફ દાસુન શનાકાની કપ્તાનીમાં શ્રીલંકાની ટીમે પુણેમાં બીજી T20 મેચ જીતીને શાનદાર વાપસી કરી છે.

    " isDesktop="true" id="1315151" >

    ભારતના સિનિયર ખેલાડીઓ ટી20 શ્રેણીમાંથી બહાર છે. યુવા ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આવી રહી છે. નિષ્ણાંતોના કહેવા અનુસાર સુકાની તરીકે પંડ્યા શ્રેણીમાં ઘણી વખત ઓવરકોન્ફિડન્ટ દેખાયા હતા, તેણે છેલ્લી મેચમાં થયેલી કેટલીક ખામીઓને દૂર કરવી પડશે, નહીં તો શ્રીલંકાની ટીમ ભારતમાં પ્રથમ વખત T20 દ્વિપક્ષીય શ્રેણી જીતવામાં સફળ રહી શકે છે. અત્યાર સુધી પંડ્યા સુકાની તરીકે હોય એવી એક પણ T20 સિરીઝ ટીમ ઈન્ડિયાએ હારી નથી.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन