Home /News /sport /IND vs SL: પ્રથમ વન-ડેમાં ભારતનો શ્રીલંકા સામે 67 રને વિજય, રેકોર્ડના ઢગલા થયા, ત્રણ ખેલાડીઓ ચમક્યા

IND vs SL: પ્રથમ વન-ડેમાં ભારતનો શ્રીલંકા સામે 67 રને વિજય, રેકોર્ડના ઢગલા થયા, ત્રણ ખેલાડીઓ ચમક્યા

india vs srilanka

IND VS SL: ભારતીય ટીમ 373 રન જેટલો જંગી સ્કોર ખડકીને બોલિંગમાં ઉતરી હતી. ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ પણ સારી ટક્કર આપી હતી. જો કે કેપ્ટન શનાકાની સદી છ્તાં ટીમ જીતી શકી નહોતી.

    ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારતનો 67 રને શાનદાર વિજય થયો હતો. ભારતીય ટીમ 373 રન જેટલો જંગી સ્કોર ખડકીને બોલિંગમાં ઉતરી હતી. ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં બેટિંગ સરળ લાગતી હતી એટ્લે વિરોધી ટીમ શ્રીલંકા પણ સારું રમી રહી હતી. કેપ્ટન દસુન શનાકાએ સદી ફટકારી હતી.

    ટોસ હારીને પ્રથમ બેટિંગ આવ્યા બાદ ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી કરી હતી. ગિલ 70 અને રોહિત 83 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલીએ 113 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના શાનદાર યોગદાનને કારણે ભારતે 373 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.



    વિરાટ કોહલીને ભારતમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારતા લગભગ 4 વર્ષ થઈ ગયા હતા.  કોહલીએ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારતા સાથે જ ભારતની ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી દીધી હતી, સચિને 164 વનડેમાં 20 સદી ફટકારી છે જ્યારે કોહલીએ 101 વનડેમાં 19 વખત 100 કે તેથી વધુ રન બનાવ્યા છે.

    વિરાટ કોહલી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 179 રન બનાવ્યા બાદ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ઓલટાઈમ બેટ્સમેનોની યાદીમાં 5માં નંબરે પહોંચી જશે. આ દરમિયાન તે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દેશે. કોહલીએ 265 વનડેની 256 ઇનિંગ્સમાં 12471 રન બનાવ્યા છે. જયવર્દનેએ 448 વનડેમાં 12,650 રન બનાવ્યા છે.

    ઉમરાન મલિકનો ફાસ્ટેસ્ટ બોલ 

    આ મેચમાં ઉમરાન મલિક કે જે જમ્મુ એક્સ્પ્રેસ તરીકે જાણીતો છે તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. ઉમરાને 156 કિલો મીટરની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકનાર ભારતીય તરીકે પોતાનો જ રેકોર્ડ ઉમરાને તોડી નાખ્યો છે.

    રોહિતે 9500 રન પૂરા કર્યા 

    રોહિત શર્માએ પણ આ મેચમાં ODI ફોર્મેટમાં 9500 રન પૂરા કર્યા. તેણે 236મી વનડેમાં આ આંકડો પાર કર્યો છે. તે હવે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. માત્ર એમએસ ધોની, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર હિટમેનથી આગળ છે.

    જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિતના અંગૂઠામાં ઈજા થઈ હતી. તે આખો સમય મેદાનની બહાર રહ્યો હતો. ટીમની જરૂરિયાત જોઈને તે 9માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો. રોહિતે 28 બોલમાં અણનમ 51 રન બનાવ્યા જેમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: VIRAT KOHLI: ભારતીય ક્રિકેટનો સિંહ! કિંગ કોહલીએ ફટકારી 73મી સદી, સચિનનાં રેકોર્ડની બરોબરી કરી

    ભારતીય ટીમનો સ્કોર એક સમયે 400 થાય એવું લાગતું હતું પણ બાદમાં કોહલીની સદી છ્તાં ટીમ 373 રન સુધી સીમિત રહી હતી. જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાને વાપસી કરવી મુશ્કેલ લાગી હતી.  નિશંકા 72 અને કેપ્ટન શનાકા સદી બનાવી શક્યા હતા. એક સમયે નિશંકા એક છેડે ઊભો હતો, પણ બીજા છેડે તેને કોઈનો સહારો નહોતો મળ્યો. નિશંકા 72 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ધનંજય ડી'સિલ્વાએ 47 રન બનાવ્યા, પરંતુ તે પૂરતા ન હતા.

    " isDesktop="true" id="1317615" >
    અંતમાં કેપ્ટન દાસુન શનાકાએ 108 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. શનાકા એક છેડે 108 રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ 67 રનથી મેચ હારી ગઈ હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IND VS SL, India Vs SL, India vs srilanka

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन