IND VS SL T20I Series: ક્રુણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, જાણો હવે ક્યારે થશે બીજી અને ત્રીજી ટી-20?

તસવીર-એપી

ભારતીય ક્રિકેટર ક્રુનાલ પંડ્યા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે કોલંબોમાં આજની મેચ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે.

  • Share this:
    નવી દિલ્લી: મંગળવારે યોજાનારી બીજી ટી -20 મુલતવી રાખવામાં આવી ત્યારે ભારત-શ્રીલંકા ક્રિકેટ ચાહકો ચોંકી ગયા (India vs Sri Lanka 2nd T20I Postponed) કારણ કે, ભારતીય ઓલરાઉન્ડર ક્રુનાલ પંડ્યા કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળતાં આયોજકોએ આ નિર્ણય લીધો હતો. કૃણાલ પંડ્યાને કોરોના ચેપ લાગ્યાં બાદ હવે ટી -20 શ્રેણીની બાકીની 2 મેચોનું શેડ્યૂલ બદલાઇ ગયું છે. બીજો ટી 20 એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે અને ત્રીજી ટી 20ની તારીખ પણ બદલી દેવામાં આવી છે.

    ભારત અને શ્રીલંકા વચ્ચે બીજો ટી-20 હવે બુધવારે રમાશે. આ સાથે જ ગુરુવારે થનારી ત્રીજી ટી 20 હવે શુક્રવારે યોજાશે. મહત્વનું છે કે, ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. પહેલા ટી 20માં તેણે 38 રન જીત્યા હતા. આપને જણાવી દઈએ કે, પહેલી ટી-20 બુધવારે ત્યારે જ યોજાશે. જ્યારે ટીમ ઈન્ડિયાના અન્ય સભ્યો કોવિડ નેગેટિવ છે. જો અન્ય કોઇ ખેલાડી પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાય છે તો આ ટી 20 સિરીઝ જોખમમાં આવી શકે છે.

    આ પણ વાંચો: IND vs SL, 2nd T20I: ક્રુણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, બીજી ટી-20 મેચ સ્થગિત

    આ પણ વાંચો: IND vs SL: ટીમ ઈન્ડિયા સીરીઝ જીતવા ઉતરશે મેદાનમાં, પ્લેઈંગ ઈલેવનમાં થશે બદલાવ?


    ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય એ છે કે કૃણાલ પંડ્યા સાથે 8 ખેલાડીઓનો સંપર્ક હતો. જેમાં પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ પણ શામેલ છે. આ બંને ખેલાડીઓની પસંદગી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે કરવામાં આવી છે. આ સિરીઝ પછી બંને ટેસ્ટ ટીમમાં જોડાવાના છે, પરંતુ હવે તેમને પણ કોરોનાનો ખતરો છે.
    Published by:kuldipsinh barot
    First published: