IND vs SL: સૂર્ય કુમાર યાદવે ડેબ્યું સીરીઝમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, જાણો એક ક્લિકમાં

તસવીર-એપી

IND vs SL: સૂર્યકુમાર યાદવે(Suryakumar Yadav) શ્રીલંકા સામેની તેની ડેડ્યૂ ડેડ્યૂ શ્રેણીમાં ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. ડેબ્યુ વન ડે સિરીઝમાં તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. તેના પહેલા ચાર ભારતીયોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લે વખતે કેએલ રાહુલે 2016 માં ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં આ કર્યું હતું.

  • Share this:
    નવી દિલ્હી: નવા કોચ અને નવા કેપ્ટન હેઠળ ટીમ ઈન્ડિયા(Team India)એ શ્રીલંકાને 2-1થી હરાવીને વનડે સિરીઝ જીતી હતી. ભારતને ક્લીન સ્વીપ માટેની તક હતી. પરંતુ ત્રીજી અને છેલ્લી વનડેમાં શ્રીલંકાએ તેને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. જોકે, હજી પણ આ જીત ભારતીય ટીમ માટે ખાસ છે. કારણ કે સાત ખેલાડીઓએ આ શ્રેણીમાં ભારત તરફથી વનડે ડેબ્યૂ કર્યું હતું અને આમાંના મોટાભાગના ખેલાડીઓએ અમુક તબક્કે ટીમના વિજયમાં ફાળો આપ્યો હતો. આમાં સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav) ની ભૂમિકા સૌથી ખાસ હતી. આ જ કારણ છે કે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરાયો હતો.

    કેપ્ટન શિખર ધવન (128) પછી ભારત તરફથી શ્રેણીમાં સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા. તેણે શ્રેણીની ત્રણ મેચમાં 62 ની સરેરાશથી 124 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ પણ 122થી વધુની હતી. સૂર્યકુમારે પણ શ્રેણીમાં અડધી સદી ફટકારી હતી. તેણે આ શ્રેણીમાં વિશેષ રેકોર્ડ પણ બનાવ્યો છે. ડેબ્યૂ વન-ડે સિરીઝમાં તે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે નિયુક્ત ભારતનો પાંચમો ખેલાડી બન્યો છે. તેના પહેલા કેએલ રાહુલે 2016માં ઝિમ્બાબ્વે સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

    આ પણ વાંચો: Tokyo Olympics: દિપીકાકુમારી અને પ્રવીણ જાધવની જોડીની હારી, કોરિયા ટોપ 4 માં

    ડેબ્યૂ વન ડે સિરીઝમાં આ સિદ્ધિ હાંસલ કરનાર બ્રિજેશ પટેલ(Brijesh Patel)પ્રથમ ભારતીય હતા. તેણે આ સફળતા 1974 માં ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં મેળવી હતી. તેમના પછી રમણ લાંબા(Raman Lamba)1986 માં ઓસ્ટ્રેલિયા સામે આમ કરવામાં સફળ રહ્યા અને પછી વિજય ભારદ્વાજે (Vijay Bharadwaj)1999ના એલજી કપમાં આ સન્માન જીત્યું હતું.

    આ પણ વાંચો: Tokyo 2020: મીરાબાઈ ચાનૂએ કહ્યું, 5 વર્ષમાં માત્ર 5 દિવસ જ માતા પાસે રહી

    યાદવ જશે ઈંગ્લેન્ડમાં

    યાદવ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શનના કારણે જ ઈંગ્લેન્ડ જશે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓની બદલી તરીકે તે વિરાટ કોહલીની ટીમનો ભાગ બની શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલ, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર અવવેશ ખાનની બદલી માટે બે ઓપનર અને એક ઓફ સ્પિનરની માંગ કરી છે.
    Published by:kuldipsinh barot
    First published: